UP By Poll: યુપીમાં ‘બુરખાથી લઈને રિવોલ્વર’ના કિસ્સાએ પ્રશાસનની કરી ઊંઘ હરામ
લખનઊઃ ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (UP By Poll) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ચૂંટણી પંચને બુરખા પહેરેલા મતદારોની ઓળખ યોગ્ય રીતે ચકાસવા અનુરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી પંચના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણા-હિંસાના બનાવો બન્યા હતા, જેમાં સૌથી વધુ બુરખાધારીઓની ઓળખ અને રિવોલ્વર લઈને નીકળેલા પોલીસના વાઈરલ વીડિયો ચર્ચામાં રહ્યો છે. અહીંની નવ બેઠક પર અગિયાર મહિલા સહિત 90 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં સૌથી વધુ મતદાન ગાઝિયાબાદ અને સૌથી ઓછું મતદાન સીસામઉ વિધાનસભાના મતવિસ્તારમાં થયું હતું.
આ પણ વાંચો: UP 10 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં તીવ્ર હરિફાઇ થવાની સંભાવના
રાજ્યની પેટા ચૂંટણીમાં બુરખાવાળી મહિલાઓએ અનેક વખત મતદાન કર્યાના અહેવાલો મળ્યા છે. વાસ્તવમાં અમુક પુરુષોએ બુરખા પહેરીને મતદાન કરવાની કોશિશ કરી હતી, જેમાં અમુક કિસ્સામાં પોલીસ પ્રશાસન દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. અને કહ્યું હતું કે જો તેમને રોકવામાં આવશે નહીં તો ગેરકાયદે મતદાન થશે. આ અંગે લેખિતમાં પણ ભાજપે ફરિયાદ કરી હતી.
અમુક વિસ્તારોમાં જગ્યાએ લોકોએ પથ્થરમારો કરવાની સાથે અમુક જગ્યાએ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બીજી બાજુ સમાજવાદી પાર્ટી (સપા)એ ચૂંટણી પંચની સામે આક્રમક બનીને કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ તેના એક્સ હેન્ડલ પરથી ઘણા વીડિયો પણ જાહેર કર્યા છે અને દાવો કર્યો છે કે લોકોને વોટિંગ કરવાથી રોકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: યુપીમાં ચૂંટણી નહીં લડવાનો કૉંગ્રેસનો નિર્ણય યોગ્ય
મીરાપુરમાં રિવોલ્વર લઈને નીકળેલ એસએચઓ
મીરાપુર વિધાનસભાના કકરોલીમાં પોલીસ પલટન પર પથ્થરમારો કરવાનો બનાવ બન્યો હતો એ વખતે લાઠીચાર્જ કર્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. એ જ વખતે એક પોલીસે રિવોલ્વર લઇને આવ્યો હતો. ચૂંટણી પંચ એની તપાસ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ આ વિસ્તારના એસએચઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માગણી કરી હતી. દરમિયાન આ વીડિયો અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ષડયંત્રના ભાગરુપે આ વીડિયો વાઈરલ કરવામાં આવ્યો હતો.
10 साल मोदी की 'हवा-बाजी' और साढ़े सात साल योगी की 'बुलडोजर-बाजी' के बावजूद मीरापुर की ये बहादुर-बाजी; सीना तानकर खड़ी हैं।
— Samar Raj (@SamarRaj_) November 20, 2024
गोली चलाने का अधिकार नहीं है बोलकर-पुलिस को गली के कुत्तों की तरह दुत्कार रही हैं।
नेताओं की भाषणबाजी छोड़ो, असल में ये लोकतंत्र बचा रही हैं ❤️✊ pic.twitter.com/yoJyZOFj2v
સમાજવાદી પાર્ટીએ પોલીસ દ્વારા મતદાર આઇડી કાર્ડની તપાસના વીડિયો પણ પોસ્ટ કર્યાં હતા અને ચૂંટણી પંચના હસ્તક્ષેપની માગ કરી હતી. તેમણે પોલીસ દ્વારા મતદારોને ધમકાવવાનો, આઇડી જપ્ત કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ મામલે તરત કાર્યવાહી કરીને ચૂંટણી પંચે બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.
સમાજવાદી પાર્ટીએ જણાવ્યું હતું કે બુરખો પહેરેલી મહિલાઓનું ચેકિંગ કરવા મતદાન મથકો પર પૂરતી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારી હોવા જરૂરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પેટાચૂંટણીમાં પોલીસ મતદાનને પ્રભાવિત કરી રહી છે. ભાજપે પણ ચૂંટણી પંચને પત્ર લખીને બનાવટી મતદાનની ફરિયાદ કરી છે. પેટાચૂંટણી માટે મતદાનની વચ્ચે પોલીસ સાથે દલીલબાજી અને બંને પક્ષો વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે.