અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad: નારણપુરામાંથી એસઓજીએ 25 લાખનું પકડ્યું ડ્રગ્સ, 7 આરોપી ઝડપાયા…

Ahmedabad News: રાજયમાં અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે. જેના કારણે ગુજરાત નશીલા પદાર્થનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપ્યું હતું. શહેરના નારણપુરામાંથી SOG એ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. નારણપુરામાં એલીફંટા સોસાયટીના 14 માળે SOG એ દરોડા પાડ્યા હતા. SOG એ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આ પણ વાંચો : મોરબીના ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીએ ડિસ્ચાર્જ માટે કોર્ટમાં કરી અરજી

અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો હતો. SOGની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGએ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સમગ્ર મામલે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર, જાણી લો લેટેસ્ટ અપડેટ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button