AR Raheman બાદ તેમની બેન્ડની આ ખાસ સદસ્યએ પણ લીધા ડિવોર્સ…
ઓસ્કર વિનર મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાને 29 વર્ષના લગ્નજીવનનો અંત આણવાની જાહેરાત કરીને ફેન્સનેં ચોંકાવી દીધા છે. આ જાહેરાતને હજી 24 કલાક નથી થયા ત્યાં હવે એઆર રહેમાનના બેન્ડની ગિટારિસ્ટ મોહિની ડેએ પણ પતિ હાર્ટસચથી ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જજ ન કરવાની અપીલ કરી છે.
મોહિની ડે અને હાર્ટસચે ઈન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું છે કે ભારે મનથી માર્ક અને હું એનાઉન્સ કરું છું કે અમે અલગ થઈ ગયા છીએ. સૌથી પહેલાં પોતાના મિત્રો અને પરિવાર માટે કમિટમેન્ટ તરીકે આ અમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. અમે લોકો સારા મિત્રો છીએ. અમને નક્કી કર્યું છે કે અમે લોકો અમારા જીવનમાં અલગ અલગ વસ્તુઓ ઈચ્છીએ છીએ. આ જ કારણે મ્ય્ચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ લેવા એ જીવનમાં આગળ વધવાનો સૌથી શ્રેષ્ઠ
ઉપાય છે.
આ પણ વાંચો: જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત
ગિટારિસ્ટે આગળ લખ્યું હતું કે અમે હજી પણ અનેક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરીશું અને મોહિની ડે ગ્રુપનો સમાવેશ થાય છે. અમે સાથે મળીને સારું કામ કરીએ છીએ અને અમને એનો ગર્વ છે. તમે અમને જે પ્રકારનો સાથ-સહકાર આપ્યો છે એના અમે વખાણ કરીએ છીએ. આ સમયે અમારી સાથે પોઝિટીવ રહીને અમારી પ્રાઈવસીનું માન રાખીને અમારા નિર્ણયનો આદર કરો. અમને આશા છે કે તમને અમને જજ નહીં કરો.
આ પણ વાંચો: રહેમાનના તલ્લાક વચ્ચે વિરાટ કોહલીની આ પૉસ્ટઃ ફેન્સ ચૂકી ગયા ધબકારા
અત્રે ઉલ્લેખનીય છે કે મોહિની કોલકતાની એક બેસ પ્લેયર છે અને તે ગાન બાંગ્લા વિંડ ઓફ ચેન્જનો હિસ્સો છે. મોહિનીએ એ આર રહેમાન સાથે મળીને દુનિયાભરમાં 40થી વધુ શો કર્યા છે અને 2023માં તેણે પોતાનું પહેલું આલ્બમ પણ રિલીઝ કર્યું હતું.