ઝારખંડ-મહારાષ્ટ્રના મતદાન વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણયઃ એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે…
નવી દિલ્હી: હાલ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક માટે આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જ્યારે ઝારખંડમાં 38 બેઠક પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પ્રસારિત થનારા એક્ઝિટ પોલમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં બપોર સુધીમાં 32.18 ટકા મતદાન, ઝારખંડમાં આટલા ટકા વોટિંગ
એક્ઝિટ પોલમાં નહિ લે ભાગ
હાલમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં મતદાન ચાલી રહ્યું છે, તેવા સમયે ચૂંટણીની હલચલની વચ્ચે મીડિયાના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના સૂત્રોનાં હવાલો આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આજે યોજાનાર એક્ઝિટ પોલના પ્રસારણમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ મતદાનની પ્રવૃતિઓ પૂર્ણ થયા બાદ આજના એક્ઝિટ પોલના પ્રસારણમાં નહિ જોડાવાનો નિર્ણય કર્યો છે. એક્ઝિટ પોલ વારંવાર સંભવિત પરિણામો વિશે માહિતી પ્રદાન કરે છે, પરંતુ હંમેશા અંતિમ પરિણામો સૂચવતા નથી.
Congress party will not be participating in the exit polls to be telecast today after the completion of the election process: Congress sources
— ANI (@ANI) November 20, 2024
ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં હાલ વિધાનસભાની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદાનની ટકાવારી ધ્યાને લઈએ તો ઝારખંડ કરતાં મહારાષ્ટ્રમાં મતદાનની ગતિ ધીમી છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠક પર સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે અને ઝારખંડની 38માંથી કેટલીક બેઠક પર સાંજે 4 વાગ્યાથી મતદાન પૂર્ણ થઈ જશે. બંને રાજ્યોમાં 23 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. આ સિવાય આજે ઘણા રાજ્યોમાં વિધાનસભા અને લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આ પણ વાંચો: Election Day: આયુષ્યની સદી વટાવી ચૂકેલા જૈફવયના મતદારો પહોંચ્યા મતદાન કેન્દ્રમથકે, લઈ લો પ્રેરણા…
ધીમા મતદાનથી રાજકારણમાં ચિંતા
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિથી ઘણા નેતાઓ અને રાજકારણીઓ ચિંતિત દેખાયા છે. આ સંદર્ભમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે અને તેમણે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના ઘરની બહાર આવવા વિનંતી પણ કરી હતી.