મનોરંજનવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Day: બોલીવુડના જૈફ વયના કલાકારોએ મતદાન કરીને લોકો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

પ્રેમચોપરાથી લઈને ગુલઝારે કર્યું મતદાન, સૌને મતદાન કરવાની કરી અપીલ

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી (Assembly Election)નું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ઝારખંડની તુલનામાં મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થઈ રહ્યું છે, જ્યારે મુંબઈની તુલનામાં ગઢચિરોલી જેવા અંતરિયાળ અને અર્ધવિકસિત જિલ્લામાં સૌથી વધુ મતદાન થઈ રહ્યું છે ત્યારે બોલીવુડના જૈફવયના કલાકારોએ મતદાન કરીને મતદાન નહીં કરનારા લોકોને પ્રેરણા આપી હતી.

મહારાષ્ટ્રમાં 36 જિલ્લાની 288 બેઠક પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પણ ગર્વથી મતદાન કરીને તેમની ફરજ નિભાવી રહ્યા છે. બીજી બાજુ બપોરે 3 વાગ્યા સુધી 45.53 ટકા મતદાન નોંધાયું હતું. અન્ય શહેરોની તુલનામાં મુંબઈ અને થાણેમાં મતદાનની ગતિ ધીમી પડવાને કારણે નેતાઓએ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ફિલ્મી કલાકારોએ મતદાન કરીને સૌના માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

89 વર્ષના પ્રેમ ચોપરા હોય કે પછી 90 વર્ષના જાણીતા ગીતકાર ગુલઝારે મતદાન કરીને લોકોને આજે મતદાન કરવા માટે ખાસ પ્રેરણા આપી હતી. પીઢ અભિનેતા પ્રેમ ચોપરાએ મતદાન કર્યા પછી કહ્યું હતું કે ચૂંટણી કેન્દ્ર પર સારી વ્યવસ્થા છે. મારી પાસે ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ હતો, પણ હું અહીં મતદાન કરવા આવ્યો છું.

જાણીતા ગીતકાર ગુલઝાર પણ તેમની દીકરી સાથે મતદાન કરવા આવ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે સામાન્ય માણસ બધું જ જાણે છે અને બધું જ ઓળખે છે અને કોઈનાથી ગેરમાર્ગે દોરાશે નહીં અને જે સાચો હશે તેને જ મત આપશે.

આ પણ વાંચો : Election Day: આયુષ્યની સદી વટાવી ચૂકેલા જૈફવયના મતદારો પહોંચ્યા મતદાન કેન્દ્રમથકે, લઈ લો પ્રેરણા…

ઉપરાંત, પરેશ રાવલ, સુરેશ ઓબેરાય, અનુપમ ખૈરે મતદાન કરીને સૌને મતદાન કરવાની અપીલ કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ આરામદાયક નેવી બ્લુ આઉટફિટમાં આવીને મતદાન કર્યું હતું. ભાજપનાં સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ તેમની પુત્રી અને અભિનેત્રી એશા દેઓલ સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન કર્યું હતું.

આ ઉપરાંત, યુવા કલાકારોમાં ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, મેઘના ગુલઝાર સહિત સ્ટાર સુનિલ શેટ્ટી પણ પોલિંગ બૂથની બહાર પોતાના વારાની રાહ જોતા ઊભેલા જોવા મળ્યા હતા. બાદમાં તેમણે લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button