અમરેલીમાં ખાખી વર્દી પહેરીને ફરતો બનાવટી ગઠિયો ઝડપાયો
અમરેલીઃ ગુજરાતમાં જાણે કે બનાવટી અને છેતરપિંડી કરનારાનો રાફડો ફાટી નીકળ્યો છે. બનાવટી પીએમઓ, સીએમઓ, ટોલનાકું બાદ હવે બનાવટી પોલીસ ઝડપાયો છે. અમરેલી શહેરમાંથી એલસીબી ટીમે નકલી પોલીસને ઝડપી પાડ્યો હતો.
અમરેલી એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પેહરેલા વ્યક્તિની પૂછપરછ કરતા આ વ્યક્તિ પોલીસકર્મી ન હોવા છતાં પોલીસકર્મીનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બનીને ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે યુનિફોર્મ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અમરેલીમાં બસ સ્ટેશન પાસેથી ડુપ્લીકેટ પોલીસ પકડાયો હતો. તાપીના ઉમેશભાઈ રાહુલભાઈ વસાવા (ઉ.વ.31) પોલીસ ખાતામાં ફરજ ન હોવા છતાં પોલીસ હેડ કોન્સ્ટેબલનો વેશ ધારણ કરી ડુપ્લિકેટ પોલીસ બની ફૂલ યુનિફોર્મ પહેરી મળી આવતાં પકડાયો હતો. અમરેલીમાં બસ સ્ટેશન પાસેથી ડુપ્લિકેટ પોલીસ પકડાયો હતો. આ ઈસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા
બનાવટી પોલીસ પાસેથી શું મળ્યું
નકલી પોલીસ ઉમેશભાઈ વસાવા પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ, બેલ્ટ, બુટ તેમ જ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1,000 મળી કુલ રૂ. 4,000નો મુદામાલ મળી આવ્યો હતો. તેણે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.