નેશનલ

‘એક વાર નહીં…વારંવાર વોટીંગ માટે જાઓ’ અખિલેશ યાદવે આવું કેમ કહ્યું?

લખનઉ: ઉત્તર પ્રદેશની 9 વિધાસભા બેઠકો પર પેટા ચુંટણી માટે મતદાન (By election in Uttar Pradesh) થઇ રહ્યું છે, આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અને કનૌજથી સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક પ્રેસ કોન્ફરસ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે સપાના કાર્યકરોને બૂથ પર સતત હાજર રહેવાની અપીલ કરી છે.

અખિલેશ યાદવે કહ્યું કે જો તમને વોટિંગ કરવાથી રોકવામાં આવી રહ્યા છે તો એકવાર નહીં, પરંતુ વારંવાર જાઓ અને વોટ આપો અને ટકેલા રહો. પોલીસ વોટ આપવાની ના ન પાડી શકે છે, પોલીસ આઈડી ચેક કરી શકે નહીં. તેઓ બેઈમાન થઈ રહ્યા છે.

તેમનું જીવન બરબાદ થઇ જશે:
અખિલેશ યાદવે કહ્યું કે આ ચૂંટણીનું પરિણામ અમારી તરફેણમાં આવશે. પરંતુ કોર્ટ આવા અધિકારીઓને છોડશે નહીં જેઓ બેઈમાન છે, તેમની નોકરી છીનવી લેવામાં આવશે. તેમનું જીવન બરબાદ થઈ જશે.

અખિલેશ યાદવે પત્રકારોને કહ્યું કે આ લોકો તમને પણ કપડા કઢાવીને મારશે. તમને યાદ હશે કે તેઓએ પત્રકારને માર માર્યો હતો. જો તેઓ આવું જ કરશે તો ભાજપના મતદારો પણ મતદાન કરવા બહાર નહીં આવે. મારી અપીલ છે કે મતદાન કરવા જાઓ, તમને હેરાન કરનારા અધિકારીઓનો વીડિયો બનાવો અને અમને મોકલો. એકવાર પોલીસ તમને પાછી વાળે, તમે ફરી જાઓ. મારી અપીલ છે કે આ અપ્રમાણિક અધિકારીને તાત્કાલિક દૂર કરવામાં આવે.

આ પણ વાંચો…..ભારતીય આરોપીને પકડવા FBIએ પંજાબી અને હિન્દીમાં ‘Wanted’ના પોસ્ટર જાહેર કર્યા! આ કેસમાં તપાસ

ભાજપે શું કહ્યું?
આ આરોપો પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં 9 બેઠકો પર પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. હું રાજ્યના લોકોને અપીલ કરું છું કે તેઓ ઘરની બહાર આવીને મતદાન કરે. સમાજવાદી પાર્ટી તે પોતાની હાર છુપાવવા ખોટા આક્ષેપો કરી રહી છે અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના પક્ષમાં છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button