Viral Video: Shloka Mehta નહીં આ મહિલા સાથે કારમાં ડ્રાઈવ પર નીકળ્યો Akash Ambani?!
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા આકાશ અંબાણી (Akash Ambani) અને શ્લોકા મહેતા (Shloka Mehta) સોશિયલ મીડિયા પર છવાઈ જતું ક્યુટ કપલ છે. બંને જણ એકબીજાની સાથે ખૂબ જ બેસ્ટ લાગે છે. કોઈ પણ ઈવેન્ટમાં જ્યારે બંને જણ સાથે હોય ત્યારે એકબીજાની કેર કરતાં અને પેમ્પર કરતાં જોવા મળે છે. પરંતુ હાલમાં જ આકાશ અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશ કારમાં જોવા મળે છે, પરંતુ ચર્ચાનું કારણ બન્યું છે કારમાં આકાશ સાથે જોવા મળેલી એક મહિલા. આ મહિલા બીજું કોઈ નહીં શ્લોકા મહેતાની બહેન છે. નેટિઝન્સ આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે શ્લોકાને ફોન કરીને કહેવું પડશે…
આ પણ વાંચો: ઈશા અંબાણીએ ભરી સભામાં સાસુ વિશે કહી દીધી એવી વાત કે… આગની જેમ વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીનો આ વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ જાત જાતની વાતો કરી રહ્યા છે. આકાશની સાથે ફ્રન્ટ સીટ પર સાળી દિયા મહેતા બેઠી છે અને તે જીજાજી સાથે ક્યાંક બહાર જતી જોવા મળી રહી છે. દિયા શ્લોકાની બહેન છે અને તે સુંદરતામાં તો બી-ટાઉનની એક્ટ્રેસને પણ ટક્કર મારે છે.
આ વીડિયો @nitamukeshambani નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આકાશ અંબાણી પોતાની સાળી દિયા સાથે… આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ભાઈ તું મને તારો સાઢુભાઈ બનાવી લે યા… બીજા એક યુઝરે લખ્યું છે કે આકાશ હેન્ડસમ લાગી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યું છે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે. વળી કોઈ અતિ ઉત્સાહી યુઝરે તો એવું પણ કહ્યું છે કે ભાઈ શ્લોકાને ફોન કરીને કહેવું જ પડશે…
આ પણ વાંચો: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
અત્રે ઉલ્લેખનીય છે કે આકાશ અંબાણીની સાળી દિયા એક ફેશનિસ્ટા અને બિઝનેસમેન પણ છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થતાં હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે રાધિકાની સાથે સાથે દિયા પણ ચર્ચામાં આવી હતી. તમે પણ જો સોશિયલ મીડિયા પર જીજા-સાળીનો આ વાઈરલ વીડિયો ના જોય હોય તો અત્યારે જ જોઈ લો…