PM Modiએ કેનેડાને આપ્યો કડક સંદેશ, G-20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની અવગણના કરી
રિયો ડી જાનેરોઃ ભારત અને કેનેડા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ G-20સમિટમાં(G-20 Summit)કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સંપૂર્ણ અવગણના કરી છે. આ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટથી અલગ વિશ્વભરના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. પીએમ મોદીએ આ બેઠકો સાથે જોડાયેલી તસવીરો પણ શેર કરી છે. પરંતુ પીએમ મોદી સાથેની જસ્ટિન ટ્રુડોની મુલાકાતનો કોઈ ફોટો સામે આવ્યો નથી.
ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ
પીએમ મોદીએ બ્રાઝિલમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર્ટ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વગેરે સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકોના ફોટા શેર કર્યા હતા. પરંતુ જસ્ટિન ટ્રુડોને ન મળવાનું કારણ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બાઇડેને પીએમ મોદીના ખભા પર હાથ મૂક્યો
બ્રાઝિલમાં આયોજિત G-20 સમિટ સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની અવગણના કરતા જોવા મળે છે. વાસ્તવમાં, આ વીડિયો તે સમયનો છે જ્યારે G-20ના તમામ મહેમાનો ફોટો પડાવવા માટે એકસાથે ઉભા હતા. આ દરમિયાન પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો એકસાથે ઉભા હતા, જોકે તેમની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ઉભા હતા.
આ પણ વાંચો…..ચીનની ચતુરાઈ કે બદમાશી?: પાકિસ્તાનમાં આતંકવાદ
વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇડેને પીએમ મોદીના ખભા પર હાથ મૂક્યો છે અને તે જસ્ટિન ટ્રુડોને કંઈક કહી રહ્યા હતા. આ દરમિયાન જો બાઇડેન કંઈક કહ્યું તો પીએમ મોદી પણ હસવા લાગ્યા. પરંતુ મોદીએ બીજી દિશામાં જોવાનું શરૂ કર્યું.