ટોપ ન્યૂઝમનોરંજન

જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત

મુંબઈઃ ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન છૂટાછેડા લેશ. તેની પત્નીએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો લાગ્યો છે.

એ આર રહેમાનની પત્નીના વકીલે પબ્લિક સ્ટેટમેંટ જાહેર કરીને કહ્યું, લગ્નના વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ. આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું છે. બંને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને તણાવે એક અંતર ઊભું કર્યું હતું. જેને કોઈ પણ પક્ષ ઠીક કરી શકે તેમ નથી. શ્રીમતી સાયરાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પીડા અને વેદનાને કારણે લેવામાં આવ્યો છે. તેણી પોતાના જીવનના આ પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી આ મુશ્કેલ સમયમાં લોકો પાસેથી ગોપનીયતાની અપીલ કરે છે.

1995માં થયા હતા લગ્ન

એ. આર. રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે-ખતીજા, રહીમા અને અમીન. રહેમાને એકવાર ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન તેની માતાએ નક્કી કર્યા હતા. બંને વચ્ચે કેટલાક મતભેદો હતા, પરંતુ આ હોવા છતાં તેઓ તેમના સંબંધોને સારી રીતે ચલાવી રહ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને કહ્યું હતું, સાચું કહું તો, મારી પાસે પત્ની શોધવાનો સમય નહોતો. પરંતુ મને સમજાયું કે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષની હતો, તેથી મેં મારી માતાને કહ્યું, મને એક કન્યા શોધી આપો.

રહેમાને 1989માં અપનાવ્યો હતો ઈસ્લામ ધર્મ

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર જીતનાર એ. આર. રહેમાનને ભારતના સૌથી મોટા સંગીતકાર માનવામાં આવે છે. તેઓ “મા તુઝે સલામ”, “ઓ હમદમ સુનિઓ રે” અને “તેરે બિના” જેવા ગીતો માટે જાણીતા છે. રહેમાને 1989માં ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું હતું. તેમની પત્ની સાયરા બાનુ અભિનેતા રશિન રહેમાનની સંબંધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button