સુસ્મિતા સેનના જન્મદિવસ પર દીકરી રેનીએ ગાયું ગીત, અભિનેત્રીએ પણ આપી પ્રતિક્રિયા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતા સેન આજે ૪૯ વર્ષની થઈ છે. આજના દિવસે તેના પર ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે, ત્યારે સુષ્મિતા સેનની પુત્રી રેની સેને તેને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સુષ્મિતાએ પણ સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ માટે તેના મિત્રો અને ચાહકોનો આભાર માન્યો છે.
આ પણ વાંચો: સુસ્મિતા સેન બાળકો મોટા થયા પછી ફરી કમબેક કરી રહી છે
સુષ્મિતા સેનની મોટી દીકરી રેની સેને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે અભિનેત્રીની ફિલ્મ ‘મૈં હૂં ના’નું લોકપ્રિય ગીત’ તુમ્હે જો મૈને દેખા’ ગાતી જોવા મળે છે. રેનીએ આ વીડિયોની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું કે તેણે તેની માતાને ભગવાન તરફથી મળેલી સૌથી પ્રિય ભેટ ગણાવી છે.
રેની સેને લખ્યું- ‘ભગવાન તરફથી મારી પ્રિય ભેટ, મારી મધરને જન્મદિવસની શુભેચ્છા. મને અને એલિસાને શ્રેષ્ઠ જીવન આપવા બદલ આભાર. અમને મજબૂત, સ્વતંત્ર મહિલાઓ અને સૌથી અગત્યનું, સારા લોકો બનવાનું શીખવવા બદલ આભાર. જો હું તમારાથી અડધી પણ બની શકું, તો મને ખબર પડશે કે મેં જીવનમાં કંઈક સિદ્ધ કર્યું છે.
આ પણ વાંચો: હેપ્પી બર્થ ડેઃ આજે બે સુંદરીઓના જન્મદિવસ, જેમની પર્સનલ લાઈફ પણ રહી ચર્ચામાં
રેની સેને આગળ લખ્યું હતું કે બર્થડે ગર્લ, લવ યુ. ઘણા નવા અદ્ભુત અનુભવો સાથે તમારી રાહ જોતું આ સૌથી અદ્ભુત વર્ષ છે! સુષ્મિતા સેન પણ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી હતી અને તેને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા બદલ તેના ચાહકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેની બે દીકરી રેની સેન અને એલિસા સેન પણ તેની સાથે હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. મારા દિવસને સ્પશિયલ બનાવવા બદલ આપ સૌનો આભાર.’
ઘણા બોલિવૂડ સેલેબ્સે સુષ્મિતા સેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મિસ યુનિવર્સ રહી ચૂકેલી હસીનાને કાજોલથી લઈને શિલ્પા શેટ્ટી અને રકુલ પ્રીત સિંહે શુભકામનાઓ આપી છે.