જાહેરમાં જ Amitabh Bachchan સાથે ઓન કેમેરા Abhishek Bachchanએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાય સમયથી ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને તેમના ફેન્સને આ શો ખૂબ જ પસંદ છે. આ શોમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે તો વળી ઘણી વખત સેલેબ્સ પણ પોતાની ફિલ્મ કે વેબસિરીઝને પ્રમોટ કરવા માટે આ શો પર પહોંચે છે. આ જ શો પર બિગ બીના પુત્ર અને બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પોતાની આગામી ફિલ્મને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: આપણે જીવનમાં ક્યાંક અટવાયા છીએઃ આવું કેમ કહ્યું જૂનિયર બચ્ચને
આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ચેનલ દ્વારા શોનો પ્રોમો શેર કરવામાં આવ્યો હતો જેમાં જુનિયર બચ્ચન પોતાની ફેમિલીના સિક્રેટ્સ રિવીલ કરતાં જોવા મળ્યો હતો અને એઅને એના પર બિગ બીનું રિએક્શન આવ્યું હતું. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં.
વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચન આ શો પર પોતાના પિતા બિગ બીના વખાણ કરતાં કંઈક એવું બોલે છે કે જે જોઈને બિગ બી ઈમોશનલ થઈ જાય છે. એટલું જ નહીં પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જુનિયર બચ્ચને કહ્યું હતું કે પા ખબર નહીં આ સાચું છે કે નહીં, આશા રાખીએ લોકો આને કંઈ ખોટું ના સમજે. અમે લોકો અહીં બેઠા છીએ અને રાતના 10.30 વાગી ચૂક્યા છે. મારા પપ્પા સવારે 6.30 વાગ્યે ઘરેથી નીકળી જતાં હતા જેથી અમે લોકો સવારે 8-9 વાગ્યે ઉઠી શકીએ. કોઈ આ વિશે વાત નથી કરતું કે પિતા એમના માટે શું-શું કરે છે, કારણ કે તે ઘણું બધું ચૂપચાપ કરી નાખે છે.
આ પણ વાંચો: બચ્ચન પરિવાર શું કરવા માગે છે! હવે મુંબઇના આ વિસ્તારમાં…
પોતાના દીકરાના મોઢે આ વાત સાંભળીને બિગ બી ઈમોશનલ થઈ ગયા હતા અને તેમની આંખોમાં પાણી આવી ગયા હતા. આ જ શો પર અભિષેકે ફેમિલી સિક્રેટ પરથી પડદો પણ ઉઠાવ્યો હતો. અભિષેકે જણાવ્યું કે અમારા ઘરમાં બધા સાથે મળીને જમે છે. આખો પરિવાર સાથે બેસે છે. આ બધા વચ્ચે જ્યારે પણ કોઈ સવાલ પૂછે છે કે ઘરમાં કેટલાક બાળકો છે તો બધા મળીને કહે છે કે સાત કરોડ… આવું કહીને જુનિયર બચ્ચન સિનિયર બચ્ચનની એક્ટિંગ કરે છે. આ જોઈને બિગ બીએ કહ્યું કે આમને શો પર પર બોલાવીને ભૂલ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન હાલમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે જેનું નામ છે આઈ વોન્ટ ટુ ટોક. આ ફિલ્મ શૂજિત સરકારે બનાવી છે અને એમાં જુનિયર બચ્ચન ક્યારેય ના જોવા મળ્યા હોય એવા અવતારમાં જોવા મળશે.