Google ને વેચવું પડી શકે છે લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ? જાણો વિગત

Tech News: ગૂગલને તગડો ફટકો લાગી શકે છે. અમેરિકાના ન્યાય વિભાગ (ડીઓજે)એ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટથી તેના ક્રોમ ઈન્ટરનેટ બ્રાઉઝરને વેચવાનો આદેશ આપવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, જજ અમિત મહેતાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ અને તેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ સંબંધિત ઉપાયો શોધવા કહ્યું છે. જજ અમિત મહેતાએ ચાલુ વર્ષે ઓગસ્ટમાં ગૂગલે ગેરકાયદે રીતે સર્ચ માર્કેટ પર કબ્જો જમાવ્યો હોવાનો ફેંસલો સંભળાવ્યો હતો.
રિપોર્ટમાં આ મામલાથી પરિચિત લોકોના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, જજ ગૂગલ ક્રોમને વેચવાનો આદેશ આપે તેમ કેટલાક ઈચ્છે છે. જો જજ ડી. ઓ. જે. ની દરખાસ્તોને મંજૂરી આપે છે, તો ગૂગલે તેના સૌથી મોટા વ્યવસાયોમાંથી એક ક્રોમને વેચવું પડી શકે છે. આ ઓનલાઇન સર્ચ માર્કેટ અને ઝડપથી વિકસતા AI ઉદ્યોગને મોટા પ્રમાણમાં બદલી શકે છે. ક્રોમની માલિકી ગૂગલની જાહેરાતના કેન્દ્રમાં છે. ક્રોમ ગૂગલના AI ચેટબોટ જેમિનીને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વપરાશકર્તાના પ્રશ્નોના જવાબ આપવા ઉપરાંત, જેમિની પણ વર્ચ્યુઅલ સહાયકની જેમ છે. તે વપરાશકર્તાની સુવિધા માટે રચાયેલ છે. આનાથી ગૂગલની ઇકોસિસ્ટમનું વર્ચસ્વ વધે છે.
માર્કેટમાં ક્રોમનો કેટલો છે હિસ્સો
વર્તમાન ગ્લોબલ બ્રાઉઝર માર્કેટ પર નજર કરવામાં આવે તો ગૂગલ ક્રોમનો 65 ટકા હિસ્સો છે. એપલના સફારીનો હિસ્સો 21 ટકા છે. ગૂગલને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમને લઈ પણ કડક ફેંસલાનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ મુજબ, ગૂગલે એન્ડ્રોઈડ સર્વિસને તેની અન્ય સર્વિસથી અલગ કરવી પડશે. તેમાં સર્ચ એને ગૂગલ પ્લે મોબાઇલ સર્વિસ સામેલ છે.
જો તમે કોઈ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદો તો તેમાં ગૂગલની તમામ સર્વિસ પ્રી ઈન્સ્ટોલ્ડ હોય છે. જોકે ભવિષ્યમાં આ બદલાઈ શકે છે. ગૂગલ તમને સર્ચ એન્જિનથી લઈ મેઇલ સર્વિસ તથા બીજી સર્વિસને અલગથી ઉમેરવાની સુવિધા આપી શકે છે. આ મામલે ફેંસલો આવવામાં થોડો સમય લાગશે.
આ પણ વાંચો : ટૅક વ્યૂહ : ગૂગલ મેપ્સમાં રિયલટાઈમ અપડેટ…પ્રદુષણના પ્રકોપનું પરિણામ
ક્યારે આવી શકે છે અંતિમ ફેંસલો
જજ અમિત મહેતા ગૂગલ મામલે ઓગસ્ટ 2025માં ફેંસલો સંભળાવી શકે છે. જે બાદ કંપની ફેંસલાની વિરુદ્ધમાં અપીલ કરી શકશે. ક્રોમ ગૂગલની એક મહત્વપૂર્ણ એસેટ છે. જેના દ્વારા કંપનીને તગડી કમાણી થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળશે ત્યારે આ મામલામાં ઉલટફેર કરાવી શકે છે. ગૂગલ સામે કેસની શરૂઆત ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં થઈ હતી.
Here's what you need to know to start your day https://t.co/2A5UYprIQi
— Bloomberg (@business) November 19, 2024