અમરાવતીમાં ભાજપના વિધાનસભ્યની બહેન પર ચાકુથી હુમલો
અમરાવતી: અમરાવતી જિલ્લામાં મહારાષ્ટ્ર ભાજપના વિધાનસભ્ય અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર પ્રતાપ અડસડની બહેન પર બે વ્યક્તિએ ચાકુથી હુમલો કરતાં તેને ઇજા પહોંચી હતી. સોમવારે રાતે આઠ વાગ્યે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો સોમવારે છેલ્લો દિવસ હતો. અડસડ ધામણગાંવ રેલવે મતવિસ્તારના વિધાનસભ્ય છે અને ભાજપ દ્વારા તેમને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આપણ વાંચો: કાંદિવલીમાં રોડ રેજની ઘટના: પૂજારી પર ચાકુથી હુમલો કરી ફટકારનારા બેની ધરપકડ
અડસડની બહેન અર્ચના રોથે સોમવારે રાતે કારમાં જઇ રહી હતી ત્યારે સાતેફલ ફાટા ખાતે તેની કારને રોકવામાં આવી હતી અને પાછળથી આવેલા બે શખસે અર્ચના પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં અર્ચનના ડાબા હાથમાં ઇજા થઇ હતી, એમ અમરાવતી ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિશાલ આનંદે કહ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓની શોેધ આદરી હતી. (પીટીઆઇ)