ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…
ભારતીય રેલવે (Indian Railway) પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન અનેક સારી તેમ જ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે, જેના વિશે અનેક લોકોને જાણકારી નથી હોતી. પરંતુ આજે અમે અહીં તમને એવી જ કામની માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને ભવિષ્યમાં ખૂબ જ કામની સાબિત થઈ શકે એમ છે. શું તમને ખબર છે કે ભારતીય રેલવેમાં તમે જ્યારે ટિકિટ ખરીદો છો તો તમને એની સાથે અનેક અધિકારો પણ મળે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
એસી કોચમાં ફ્રી બેડરોલઃ
જો તમે એસી1, એસી2 કે એસી3માં પ્રવાસ કરો છો તો રેલવે દ્વારા તેમને બ્લેન્કેટ, તકિયા, બે બેડશીટ અને એક હેન્ડ ટોવેલ આપવામાં આવે છે. ગરીબ રથ એક્સપ્રેસમાં 25 રૂપિયા ચાર્જ કરવામાં આવતા હતા. કેટલીક સ્પેશિયલ ટ્રેનમાં સ્લીપર ક્લાસના પ્રવાસીઓને ફ્રી બેડરોલ મળી શકે છે. જો પ્રવાસ દરમિયાન તમને રેલવે કર્મચારીઓ આ સુવિધા આપવાની ના પાડે તો તમે ફરિયાદ કરીને રિફંડનો દાવો પણ કરી શકો છો.
ફ્રી મેડિકલ સહાયતા
ટ્રેનમાં પ્રવાસ દરમિયાન જો કોઈ પ્રવાસીની તબિયત ખરાબ થઈ જાય તો રેલવે દ્વારા ફ્રીમાં મેડિકલ સર્વિસ આપવામાં આવે છે. જો પરિસ્થિતિ વધારે ગંભીર હોય તો રેલવે આગામી સ્ટોપ પર ઈલાજ કરવાની વ્યવસ્થા પણ કરે છે. આ માટે તમારે ટિકીટ ચેકર, ટ્રેન સુપરવાઈઝર કે કોઈ ફ્રન્ટલાઈન કર્મચારીનો સંપર્ક સાધી શકો છો.
આ પણ વાંચો : ગૂડ ન્યૂઝઃ મધ્ય રેલવે ‘આ’ કારણસર દોડાવશે Special Night Suburban Trains
ડીલે પર ફ્રી ફૂડ
જો તમે રાજધાની, શતાબ્દી કે દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પ્રવાસ કરો છો તો ટ્રેન બે કલાક કે એનાથી વધારે મોડી પડે છે તો રેલવે તમને ફ્રીમાં ભોજન ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય જો ટ્રેન મોડી થવાના કારણે તમે ખુદ ખાવાનું ઓર્ડર કરે છે તો રેલવેની ઈ-કેટરિંગ સર્વિસનો લાભ પણ ઉઠાવી શકો છો.
ફ્રી વેઈટિંગ હોલ ફેસિલિટીઃ
જો તમેપણ બીજી ટ્રેનની રાહ જોઈ રહ્યા છો કે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો તો તમે રેલવેના એસી કે નોન એસી વેઈટિંગ હોલમાં આરામ કરી શકો છો. આ માટે તમારે બસ તમારી ટ્રેનની ટિકિટ દેખાડવી પડશે. આ સુવિધા પ્રવાસીઓની સુવિધા અને આરામદાયક પ્રવાસ કરવા માટે આપવામાં આવે છે.
સ્ટેશન પર ફ્રી વાઈફાઈ
ભારતીય રેલવે દ્વારા દેશભરમાં સેંકડો સ્ટેશન પર ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવે છે. જો તમારી ટ્રેન લેટ હોય કે સમયથી પહેલાં સ્ટેશન પર આવી જાય તો તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છે. આ સુવિધા પ્રવાસીઓને કનેક્ટેડ અને વ્યસ્ત રાખવામાં મદદ કરી શકે છે.