આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કાલે ડ્રાય ડે, સ્ટોક માર્કેટ પણ બંધઃ જાણો શું રહેશે ઑપન અને શું ક્લોઝ

મુંબઈ: આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly Election) માટે મતદાન યોજાવાનું છે, ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં અને એક જ દિવસમાં મતદાન થશે. સત્તાધારી મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને એનસીપી) અને વિપક્ષ મહા વિકાસ અઘાડી ગઠબંધન (કોંગ્રેસ,શિવસેના-યુબીટી અને એનસીપી-એસપી) વચ્ચે સીધો મુકાબલો છે.

વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મત આપી શકે એ માટે બુધવારે રાજ્યભરમાં જાહેર રજા જાહેર કરી છે. જયારે ઘણી આવ્યશ્યક સેવા સાચું રહેશે. આવતી કાલે શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે તેની યાદી અહીં જાણો:

  1. જાહેર પરિવહન સામાન્ય રીતે કાર્યરાત કરશે. રાજ્યની રાજધાની મુંબઈમાં લોકલ, મેટ્રો અને બેસ્ટની બસો મધ્યરાત્રિ સુધી ચાલશે, જેનાથી મતદારો મતદાન કરવા માટે મુસાફરી કરી શકશે.2. હોસ્પિટલો, ફાર્મસીઓ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સર્વિસ દિવસભર કાર્યરત રહેશે.
  2. સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જેથી તમામ સ્ટાફ અને મતદાર વિદ્યાર્થીઓ મતદાનમાં ભાગ લઈ શકે.
  3. તમામ સરકારી ઓફીસ બંધ રહેશે. મુંબઈમાં ખાનગી કંપનીઓના કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે પેઈડ હોલીડે આપવામાં આવ્યો છે.
  4. તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે, ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને ATM કાર્યરત રહેશે.
  5. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. ટ્રેડિંગ ગુરુવારે ફરી શરૂ થશે.
  6. સ્ટાન્ડર્ડ ઈલેક્શન પ્રોટોકોલ અનુસાર દારૂની દુકાનો બંધ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button