ફિલ્મ “The Sabarmati Report” મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર

ભોપાલ : ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની ઘટના પર આધારિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને(The Sabarmati Report)મધ્યપ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. આ અંગે મધ્ય પ્રદેશના સીએમ ડો. મોહન યાદવે AUAP દ્વારા આયોજિત સેમિનારમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે તમામ ધારાસભ્યો અને સાંસદો આ ફિલ્મ જોવા જશે.
Also read: Box Office: The Sabarmati Report અને Kanguvaનો જાદુ ચાલ્યો કે નહીં?
ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણી
ધીરજ સરના દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા વિક્રાંત મેસી અભિનિત ફિલ્મ ” ધ સાબરમતી રિપોર્ટ ” શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. વર્ષ 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની ઘટના પર આધારિત આ ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ છે. આ ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણી હતી.
Also read: સાબરમતી રિપોર્ટનો બૉક્સ ઓફિસ રિપોર્ટ નેગેટીવ, ચાર દિવસમાં આટલી કમાણી
આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે : મોહન યાદવ
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી અને તેને ઈતિહાસના અંધકારમય પ્રકરણને સમજવાનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે. રાજનીતિ તેની જગ્યા છે, પરંતુ મતોની રાજનીતિ માટે આટલી ગંદી રમત રમવી અત્યંત શરમજનક હતી અને આ મુશ્કેલ સમયમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધીરજ રાખીને ગુજરાત અને દેશનું સન્માન બચાવ્યું.