Ambani Familyમાં ફરી વાગશે શરણાઈ? કોના લગ્નની તૈયારી કરી રહ્યા છે Nita અને Isha Ambani?
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ હાલમાં જ પોતાની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હતું અને આ ઈવેન્ટમાં અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. હવે આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈશા મમ્મી નીતા અંબાણી (Nita Ambani) સાથે જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના સ્ટોરમાં પહોંચી હતી. જ્યાં બંને જણ બ્રાઈડલ લહેંગા પસંદ કરતાં જોવા મળી રહ્યા છે. હવે આ જોઈને નેટિઝન્સ અટકળો લગાવી રહ્યા છે કે શું ફરી એક વખત અંબાણી પરિવારમાં શરણાઈના સૂર ગૂંજશે કે કેમ?
Also read: Anant-Radhikaની પ્રિ-વેડિંગમાં બહેન ઈશા અંબાણીનો જલવો
ઈશાની લક્ઝરી બ્યુટી બ્રાન્ડની ઓપનિંગ સેરેમનીના અનેક ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ વીડિયો અને ફોટોમાં ઈશા અંબાણી અને નીતા અંબાણીનું બોન્ડિંગ જોઈને નેટિઝન્સ ખૂશ થઈ ગયા છે. હવે આ જ ઈવેન્ટનો એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી જિયો વર્લ્ડ પ્લાઝામાં આવેલા મનિષ મલ્હોત્રાના સ્ટોરમાં દીકરી ઈશા અંબાણીને બ્રાઈડલ લહેંગાની શોપિંગ કરવા માટે લઈ ગયા હતા. મનિષ મલ્હોત્રા પણ ઈશા અંબાણીને ખુશી-ખુશીથી લહેંગા દેખાડઈ રહ્યા છે.
ઈશા પણ મનિષ મલ્હોત્રાનું કલેક્શન ખૂબ જ બારીકાઈથી જોઈ રહી છે. જોકે, હવે આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે આખરે અંબાણી પરિવારમાં હવે કોના લગ્ન લેવાના છે કે મા-દીકરી લહેંગાની શોપિંગ કરવા માટે ઉપડી ગઈ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તો આ જ વર્ષે સંપન્ન થયા. તો આખરે અંબાણી પરિવારમાં હવે કોના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે?
Also read: બોલિવૂડમાં થશે મુકેશ અંબાણીની એન્ટ્રી, હવે કરણ જોહર…..
અહીંયા તમારી જાણ માટે કે મુકેશ અંબાણીના નાના દીકરા અનિલ અંબાણીના નાના દીકરા જય અંશૂલ અંબાણી હજી પણ કુંવારો છે. જોકે, હવે એ કહેવું પણ અઘરું કે ઈશા અને નીતા અંબાણી એના જ લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. વીડિયોમાં નીતા અંબાણી બ્લેક એન્ડ વ્હાઈટ જેકેટ અને ફ્લેયર્ડ બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યા છે જ્યારે ઈશા અંબાણી લવેન્ડર કલરના કસ્ટમાઈઝ્ડ કોટ-પેન્ટમાં જોવા મળી રહી છે.