Surendranagar ના પાટડીમાં જુગારધામ પર દરોડા, પાંચ મહિલા સહિત 30 જુગારી ઝડપાયા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના પાટડીમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમના દરોડામાં વડોદરા એસીબીમાં પીઆઇના બે ભાઈ તેમજ પાંચ મહિલા સહિત 30 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ચાર લાખની રોકડ રકમ સહિત 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જુગાર ક્લબમાં મદદ કરનાર આરોપીઓની ધરપકડ કરી
સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથ નગરમાં રહેતા વડોદરા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈના બે ભાઈ ઘરમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસએમસીના ડીઆઈજીની સુચનાથી ડીવાયએસપી અને તેમની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ જુગાર ક્લબ ચલાવતા પીઆઈના બે ભાઈ કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદ ઠાકોર તેના ભાઈ મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર સાથે જુગાર ક્લબમાં મદદ કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ફૂડ પોઈઝનિંગ, કુંતલપુરમાં 40થી વધુ બાળકોને અસર,
છેલ્લા બે મહિનાથી જુગાર ક્લબ ચલાવતા
આ દરોડામાં રુપિયા 4.58 લાખની રોકડ તેમજ ત્રણ વાહનો 26 મોબાઈલ મળી રુપિયા6.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વડોદરા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈના બંને ભાઈઓ છેલ્લા બે મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હતાં.