બ્રેકઅપ બાદ Malaika Arora દેખાઈ મિસ્ટ્રી મેન સાથે, યુઝર્સે પૂછ્યું કે ભાઈ આ…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor)નું બ્રેકઅપ થઈ ગયું છે ત્યારથી બંને અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, મલાઈકાએ આ વિશે કોઈ નિવેદન નથી આપ્યું તો અર્જુન કપૂર ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન દરમિયાન પોતાનું રિલેશનશિપ સ્ટેટસ સિંગલ કહી ચૂક્યો છે. આ બધા વચ્ચે હવે મલાઈકા અરોરા મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઈ છે અને એની સાથે તેનો લૂક પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ગયું છે.
51 વર્ષીય મલાઈકા અરોરા ટચૂકડાં ટોપની સાથે જિન્સ પહેરેલી જોવા મળી હતી. આ આઉટફિટમાં મલાઈકા અરોરાની કાતિલાના અદા જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા હતા. જોકે, સૌથી વધુ ચર્ચાનું કારણ તો મલાઈકા સાથે જોવા મળેલો મિસ્ટ્રી મેન છે. મલાઈકા અરોરા આ મિસ્ટ્રી મેનનો હાથ પકડીને આગળ વધતી જોવા મળી હતી. એટલું જ નહીં આ વ્યક્તિ સાથે મલાઈકા એકદમ હસતી રમતી જોવા મળી રહી છે.
મલાઈકા અરોરા 50 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ અને સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવાનું અઘરું છે. આ સમયે મલાઈકા અરોરાએ રફલ ડિટેઈલિંગવાળું ઓફ શોલ્ડર સ્લીવ્ઝ વ્હાઈટ ક્રોપટોપ પહેરક્યું હતું અને એની સાથે બેજ કલરની કાર્ગો પેન્ટ પહેરી હતી.
આ પણ વાંચો : તો આ કારણે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો…?
મલાઈકા પોતાની અદાઓ અને કર્વી ફિગરથી ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી હતી. મલાઈકા અરોરાનો આ સ્ટાઈલિશ લૂકને તેણે કોઈ પણ પ્રકારની એસેસરીઝ વિના કમ્પલિટ કર્યો હતો. આ આઉટફિટ સાથે તેણે ન તો કોઈ નેકપીસ અને ન તો બ્રેસલેટ વગેરે કેરી કર્યું હતું. મલાઈકાએ લોવે (Loewe)નું બેજ કલરનું બેગ કેરી કર્યું હતું.
છૈયા છૈયા ગર્લના આ લૂકની હાઈલાઈટ તો તેણે પહેરેલી ગોલ્ડન હીલ્સ બની હતી. આ હીલ્સ એટલી ઊંચી હતી કે જે જોઈને લોકો એ વિચારવા પર મજબૂર બની ગયા હતા કે આખરે આટલી હાઈ હીલ્સ સાથે મલાઈકા ચાલી કઈ રીતે? તમે પણ મલાઈકાનો આ સ્ટાઈલિશ અંદાજ ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો…