નેશનલસ્પેશિયલ ફિચર્સ

અશ્લીલતાની તમામ હદો પાર કરી આ સ્ટુડન્ટે, સ્ટેજ પર….

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક ચિત્રવિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક મનોરંજન આપનારા હોય છે, તો કેટલાક જ્ઞાન આપનારા પણ હોય છે. ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં અશ્લીલતાની તમામહદો પાર કરી નાખવામાં આવી હોય. ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દેશની એક પ્રાઇવેટ યુનિવર્સિટીનો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક છોકરી સ્ટેજ પર ડાન્સ કરવા માટે આવે છે. બોલિવૂડ સોંગની ધૂન પર ડાન્સ કરતી વખતે તે તેનું ટી-શર્ટ ઉતારે છે. વીડિયો વાયરલ થતાં જ યુઝર્સમાં હોબાળો મચી ગયો હતો.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક છોકરી લાલ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને સ્ટેજ પર એન્ટ્રી કરે છે. તે આવતાની સાથે જ તેનું ટી-શર્ટ ઉતારવાનો પ્રયાસ કરે છે અને એ ટીશર્ટને ગળામાં બાંધે છે. આ વીડિયોમાં અશ્લીલતા લોકોને સ્પષ્ટ દેખાય છે.

https://twitter.com/i/status/1857983844575531391

આ વીડિયો @ShiviKashyapbjp નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો અને તે એમિટી યુનિવર્સિટીના મિસ્ટર એન્ડ મિસ ફેરવેલ પ્રોગ્રામનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં યુવતી તેના ડાન્સથી લોકોને મુગ્ધ કરે છે અને ઓડિટોરિયમમાં હાજર લોકો તાળીઓ પાડે છે. જોકે, તેના ડાન્સ સુધી તો ઠીક છે, પણ ડાન્સના મૂડમાં આગળ વધીને તે હીરોની જેમ તેનું ટીશર્ટ કાઢે છે અને ગળામાં પહેરે છે. આ પરફોર્મન્સની ઘણી ટીકા થઇ રહી છે. જો કે લોકોનું કહેવું છે કે આ ડાન્સ પહેલેથી જ પૂર્વ આયોજિત હતો.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેમ્પસની અંદર એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એકબીજાને કિસ કરી રહ્યા હતા. આ ઉપરાંત કેમ્પસમાં જ એક બોયફ્રે્ડે કથિત રીતે તેની ગર્લફ્રેન્ડની મારપીટ કરી હતી. આવા વીડિયો જોઇને પેરેન્ટ્સને સહેજે વિચાર આવે કે મોટી મોટી ફીઝ ભરીને છોકરાઓને ભણવા માટે મોકલીએ છીએ અને છોકરાઓ કૉલેજમાં જઇને આવા ગુલ ખિલાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button