ગુજરાત સરકાર સફાળી જાગી! સાત હોસ્પિટલોને PM JAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી
ગાંધીનગર: અમદાવાદના એસ. જી. હાઈવે આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજ(PM JAY) હેઠળ કોભાંડ ચાલતું હોવાનું ખુલાસો થયા બાદ ખળભળાટ મચી ગયો છે. દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. બે નિર્દોષના દર્દીઓના મોત થયા બાદ સરકાર સફાળી જાગી છે. તપાસ બાદ ખ્યાતી હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને PMJAY માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
જે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે તેમાં અમદાવાદની ત્રણ, સુરતની, વડોદરા રાજકોટ અને ગીર સોમનાથની 1-1 હોસ્પિટલનો સમાવેશ થાય છે.
ડોક્ટર્સ સામે પણ પગલા:
હોસ્પિટલો ઉપરાંત, ડૉક્ટરો સામે પણ પગલા ભરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણીનો સમાવેશ થાય છે. હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
Also Read – Vadodara માં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા
અહેવાલ મુજબ PMJAY હેઠળ કૌભાંડ આચરતી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ કેટલીક હોસ્પિટલો કે ડૉક્ટરના નામ બહાર આવી શકે છે.
અગાઉ આટલી હોસ્પિટલ્સ સામે કાર્યવાહી:
એક મીડિયા અહેવાલ મુજબ છેલ્લા બે વર્ષમાં PM JAY યોજના હેઠળ કૌભાંડ આચરતી ગુજરાતની 22 હોસ્પિટલને સરકારે સસ્પેન્ડ કરી છે અને એક હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. જોકે, આ તમામ હોસ્પિટલને છ મહિનામાં જ શરૂ કરી દેવામાં આવી છે.
Also Read – Patan મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
શું છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ:
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ PM JAYનો લાભ લેવા માટે કડી તાલુકાના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જે બાદ હોસ્પિટલે ગામમાં જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવા દર્દીઓને બસમાં બેસાડીને અમદાવાદ ખાતેની તેમની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. દર્દીઓને તકલીફ ન હોવા છતાં પણ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ દરમિયાન બે દર્દીઓના મોત નીપજ્યા હતા.