મનોરંજન

તારક મહેતા…છોડી રહ્યા છે જેઠાલાલ? જાણો શું છે અફવા અને શું છે હકીકત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ટીવીની સૌથી લોકપ્રિય સિરીયલ શો છે. સહપરિવાર બેસીને માણવા જેવો અને નિર્દોષ મનોરંજન આપતો આ શો વૃદ્ધો, બાળકો, યુવાનો બધાને પ્રિય છે. આ શોના મોટાભાગના કલાકારો છેલ્લા 14 વર્ષથી તારક મહેતા…..સાથે જોડાયેલા છે. જોકે, છેલ્લા થોડા વખતથી શોના કેટલાક કલાકારો એક એક કરીને શો છોડવા માંડ્યા હતા.


Also read: Abhishek Bachchan માટે નહીં, બોલીવૂડના આ એક્ટર માટે લખાઈ હતી I Want To Talk?


દયાબેન, તારક મહેતા, શ્રીમતી સોઢી અને ગોલી જેવા મોટા સ્ટાર્સ શો છોડી ચૂક્યા છે. જોકે, તેમ છતાં પણ શોની પ્રસિદ્ધિ અડીખમ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શોના ખૂબ જ લોકપ્રિય અભિનેતા દિલીપ જોશી આ શો છોડી રહ્યા છે. પોસ્ટમાં તો ત્યાં સુધી જણાવવવામાં આવ્યું હતું કે નવા જેઠાલાલ ફાયનલ થઇ ગયા છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક સૌરભ ઘડગે હવે જેઠાલાલ તરીકે જોવા મળશે. હાલમાં આ સિરીયલમાં સૌથી મોટું અને મહત્વનું પાત્ર જેઠાલાલનું છે. તેમના ભોળાભાળા એક્સપ્રેશન અને એક્ટિંગ પર તો લોકો ફિદા છે. એવામાં તેઓ શો છોડી દે તો શું થાય એમ વિચારીને લોકો પણ ચિંતામાં મૂકાઇ ગયા હતા.

હવે આ અફવા અંગે ખુદ ઓરિજિનલ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ મૌન તોડ્યું છે અને સ્પષ્ટતા કરી છે. દિલીપ જોશીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે આ સમગ્ર મામલે શું સત્ય છે. પોતાના 16 વર્ષના શો સાથેના જોડાણ અંગે પણ દિલીપ જોશીએ વાત કરી અને સ્પષ્ટ કર્યું કે તેઓ શો છોડીને જઈ રહ્યા નથી અને આવામાં અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
દિલીપ જોશીએ એક નિવેદન બહાર પાડ્યું છે કે, મીડિયામાં તેમના શો છોડવા વિશે વાતો આવી રહી છે.

તે બધી અફવાઓ છે. મારા અને આસિતભાઇ માટે જે વાતો ફેલાવવામાં આવી હતી તે બધી જ સંપૂર્ણપણે ખોટી છે. આવી વાતો સાંભળીને મને ખરેખર દુઃખ થાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે મારા અને લાખો પ્રશંસકો માટે ખુબ મહત્વ ધરાવે છે અને જ્યારે લોકો પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે તો તેનાથી ફક્ત અમે નહીં પરંતુ અમારા વફાદાર દર્શકોને પણ દુઃખ થાય છે. આ શોએ આટલા બધા વર્ષઓ સુધી લોકોને ખુશી આપી છે અને તેમનું મનોરંજન કર્યું છે. એવા શો વિશે નકારાત્મકતા ફેલાતી જોવી નિરાશાજનક છે. આ શો મારા અને મારા લાખો પ્રશંસકો માટે ઘણું મહત્વ ધરાવે છે. મને લાગે છે કે કેટલાક લોકો આ શોની સફળતાની અને આસિત મોદીની પ્રતિષ્ઠાની ઇર્ષ્યા કરી રહ્યા છે અને એટલે જ તેઓ આવી અફવા ફેલાવી રહ્યા છે.


Also read: આ કારણે AICWA દ્વારા ટીવી સિરીયલ Anupamaની શૂટિંગ રોકવાની માગણી કરી…


દિલીપ જોશી છેલ્લા 16 વર્ષથી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. દિલીપ જોશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ આ શો છોડીને ક્યાંય નથી જઇ રહ્યા. તેઓ આગળ પણ આ શોનો હિસ્સો રહેશે જ.
દિલીપ જોશીની આ સ્પષ્ટતા બાદ હવે લોકોને રાહત થશે એમ લાગે છે.


દયાબેનની વાપસી ક્યારે?

આ સિરિયલના લોકપ્રિય પાત્રોમાંના એક દયાબેન પણ છે, જે જેઠાલલાની પત્નીના રોલમાં હતાં. અગાઉ આ પાત્ર દિશા વાકાણીએ નિભાવ્યું હતું, પરંતુ તેમના લગ્ન અને ત્યાર બાદ બાળકોને કારણે તેઓ પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત થઇ ગયા હોવાથી છેલ્લા ઘણાં વર્ષથી તેઓ આ શોમાં જોવા નથી મળતા. તેમ છતાં પણ થોડા થોડા સમયે દયાબેન અકા દિશા વકાણી શોમાં પરત ફરી રહ્યા છે એવી ગમતીલી અફવા પણ ફેલાયા કરતી હોય છે. લોકોને જેઠાલાલ અને દયાભાભી (દિશા વાકાણી)ની જોડી ઘણી જ પસંદ પડી હતી. જોકે, આ શોમાં અસલ દયાબેન ક્યારે વાપસી કરશે એ વિશે કોઇ સમાચાર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button