મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market) મંગળવારે રોકાણકારોની ખરીદી અને સારા વૈશ્વિક સંકેતોને પગલે વધારા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 725 પોઈન્ટના ઉછાળા સાથે 78083 પર અને નિફ્ટી 227 પોઈન્ટના ઉછાળા સાથે 23,681 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. હાલ બજારમાં IT,એનર્જી અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સ ફરી 78000ને પાર કરવામાં સફળ રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી 26 શેરો વધારા સાથે ટ્રેડ
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 માંથી 26 શેરો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 4માં ઘટાડો છે. વધતા શેરોમાં ટાટા મોટર્સ 2.18 ટકા, એનટીપીસી 2.17 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.61 ટકા, અદાણી પોર્ટ્સ 1.55 ટકા, ઇન્ફોસીસ 1.47 ટકા, ટીસીએસ 1.01 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.89 ટકા, ટેક મહિન્દ્રા 07 ટકા, પાવર 07 ટકા . ઘટી રહેલા શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક 0.49 ટકા, બજાજ ફિનસર્વ 0.48 ટકા, સન ફાર્મા 0.24 ટકા, એક્સિસ બેન્ક 0.05 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટી 50માં પચાસ શેરોમાંથી 46માં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે જ્યારે 4માં ઘટાડો છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4 લાખ કરોડનો વધારો
શેરબજારમાં મંગળવારના સત્રની મજબૂત શરૂઆતના કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 432.96 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા સત્રમાં રૂપિયા 429.08 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 3.88 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સ્મોલકેપ ઈન્ડેક્સમાં 287 પોઈન્ટનો વધારો
આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 818 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 287 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.