ભારત સિવાય આ પાંચ દેશોમાં પણ છે રૂપિયાની બોલબાલા, આમાંથી તમને કેટલા ખબર છે?
દરેક દેશનું પોતાનું અલગ ચલણ હોય છે અને એ ચલણ જે-તે દેશના નાગરિકોને રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે રીતે અમેરિકાનું ચલણ ડોલર છે, લંડનમાં પાઉન્ડ છે એ રીતે ભારતનું ચલણ રૂપિયો છે. જે-તે દેશનું ચલણ જે-તે દેશમાં ચાલે છે બીજા દેશના નાગરિકોએ એ દેશમાં જવું હોય તો ચલણ કન્વર્ટ કરાવવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારત સિવાય દુનિયાના બીજા કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં રૂપિયો ચાલે છે. જોકે, આ ભારતીય રૂપિયો નથી, પરંતુ જે-તે દેશનું સ્વતંત્ર ચલણ છે જેને રૂપિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કયા છે આ દેશો, જ્યાં રૂપિયો ચાલે છે-
આ પણ વાંચો : jiohotstar.com ડોમેનની સસ્પેન્સ ગેમનો આવ્યો અંત, હવે મુકેશ અંબાણીને…
ઈન્ડોનેશિયાઃ
ઈન્ડોનેશિયાના ચલણને પણ રૂપિયો કહેવાય છે. આ દક્ષિણ-પૂર્વ એશિયાનો સૌથી મોટો દેશ અને અહીં રૂપિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
નેપાળઃ
આગળ વધીએ અને વાત કરીએ બીજા દેશ વિશે. ભારતની નજીકમાં જ આવેલા નેપાળમાં પણ રૂપિયો જ ચાલે છે. નેપાળ અને ભારત વચ્ચે સાંસિકૃતિક અને આર્થિક સંબંધોને કારણે બંને દેશોની મુદ્રા કે ચલણમાં પણ ખાસ્સી એવી સામ્યતા જોવા મળે છે.
ભૂટાનઃ
ભારતની જેમ જ ભૂટાનની મુદ્રા પણ રૂપિયો છે. ભૂટાન અને ભારત વચ્ચે સારા વેપારી સંબંધો છે અને એને કારણે જ બંને દેશની મુદ્રા એટલે કે ચલણ પણ એક સરખી છે.
માલદિવઃ
સરસ મજાના સુંદર આઈલેન્ડથી બનેલો આ દેશ પર્યટકોની પહેલી પસંદ છે. અત્યાર સુધીના બાકીના દેશની જેમ જ માલદીવનું ચલણ પણ રૂપિયો છે. માલદીવમાં ટૂરિઝમ જ મુખ્ય આવકનું સ્રોત છે અને અહીં રૂપિયાનો સ્વીકાર કરવામાં આવે છે.
શ્રીલંકાઃ
શ્રીલંકાની મુદ્રા પણ રૂપિયો છે બસ એની આગળ ખાની શ્રીલંકાઈ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. શ્રીલંકા અને ભારત વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને તાકણે બંને દેશની મુદ્રાઓમાં સમાનતા જોવા મળે છે.