કૈલાશ ગેહલોતની ભરપાઇ કરશે સુમેશ શૌકીન, કૉંગ્રેસ છોડી AAPમાં ગયા
નવી દિલ્હીઃ આવતા વર્ષની શરૂઆતમાં જ દિલ્હી વિધાન સભાની ચૂંટણી છે, પણ દરેક પક્ષોમાં પાર્ટી બદલવાની રાજનીતિ અત્યારથી જ શરૂ થઇ ગઇ હોય એમ જુદા જુદા પક્ષોના નેતાઓ પાલા બદલવા માંડ્યા છે. આપના નેતા કૈલાશ ગેહલોત ભાજપમાં જતા રહ્યા છે, તો ભાજપના અનિલ ઝા AAPમાં જતા રહ્યા છે.
હવે એવા સમાચાર આવ્યા છે કે કૉંગ્રેસના સુમેશ શૌકીન પક્ષ બદલીને AAPમાં સામેલ થઇ ગયા છે. અરવિંદ કેજરીવાલે તેમને પક્ષની સદસ્યતા અપાવી હતી.
આમ આદમી પાર્ટીનો પાલવ પકડનાર સુમેશ શૌકીને જણાવ્યું હતું કે કેજરીવાલે ગ્રામીણ વિસ્તાર માટે ઘણું કામ કર્યું છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કર્યું છે.
આપણ વાંચો: હવે આ પક્ષમાં જોડાશે કૈલાશ ગેહલોત, ગઈકાલે AAPમાંથી રાજીનામું આપ્યું હતું
તેમણે શીલા દિક્ષીતના 15 વર્ષના કાર્યકાળને પણ યાદ કર્યો અને જણાવ્યું હતું કે શીલા દિક્ષીતને તો એ પણ ખબર નહોતી કે દિલ્હીમાં ગ્રામીણ વિસ્તારો છે અને ખેડૂતો પણ અહીં રહે છે.
આ પહેલા ભાજપના અનિલ ઝા પણ AAPમાં જોડાયા હતા. તેમણે પણ અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દિલ્હીની શાળાઓમાં સારું સુક્ષણ મળી રહ્યું છે. લોકો માટે સ્વચ્છ ભોજન, મોહલ્લા ક્લિનિક અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.
જ્યારે અરવિંદ કેજરીવાલને AAPના ભૂતપૂર્વ નેતા કૈલાશ ગેહલોત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘તેઓ મુક્ત છે. તેમને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે.’