આપણું ગુજરાત

Morbi ના મહેન્દ્રનગર ઓવરબ્રીજની ડિઝાઇનમાં ફેરફાર કરી કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત

મોરબી : ગુજરાતનું મોરબી(Morbi)સિરામિક-સેનિટેશન ઉદ્યોગ માટે મહત્વનું સ્થળ છે. ત્યારે મોરબી મહેન્દ્રનગર ઓવરબ્રીજનું અધુરું કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી  છે. આ અંગે ટંકારાના સામાજિક કાર્યકર હસમુખ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતના રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને  કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રીજનું કામ અધુરું છે તે પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે. સિરામિક-સેનિટેશન ઉદ્યોગના ટ્રાન્સપોર્ટેશનનું એક મહત્વનું કેન્દ્ર સ્થળ મહેન્દ્રનગર છે. મોરબીથી જેતપર અને મોરબીથી હળવદ જવાનું કેન્દ્ર બિંદુ મહેન્દ્રનગર છે.

Also Read – Gujarat માં નવી પ્રાથમિક સ્કૂલો માટે સરકારે અરજી મંગાવી, રમતનું મેદાન ફરજિયાત

ઓવરબ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવા પણ રજૂઆત

હાલ મોરબી-હળવદ ફોરલેન રોડનું કામ પ્રગતિમાં છે. ત્યારે મહેન્દ્રનગર ઓવરબ્રીજનું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવા ગ્રામજનોની રજૂઆત છે.  જેમાં ઓવરબ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવો, સ્પાનની સંખ્યા વધારી બંધ ઓવરબ્રીજની કામગીરી સત્વરે શરૂ થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલાશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે. આ ઉપરાંત ઈંધણ-સમયની બચત થશે.

આ ઉપરાંત આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે પણ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ થાય તે અનિવાર્ય છે. તેથી તાત્કાલિક બ્રીજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker