રાજસ્થાનની ચૂંટણીમાં કુલ 5.25 કરોડ મતદાનો, ત્યારે અગાઉની સરખામણીએ કેટલા ટકા મતદાન થશે?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રવિવારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ રાજસ્થાનમાં મતદાનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વૃદ્ધ મતદારો અને 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા લોકો માટે ઘરેથી વોટ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. રાજસ્થાનમાં હાલમાં 5.25 કરોડ મતદારો છે, જેમાં 2.73 કરોડ પુરૂષો, 2.51 કરોડ મહિલાઓ અને 604 ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ થાય છે. તેમાંથી 18,462 નાગરિકો 100 વર્ષથી વધુ ઉંમરના છે, 11.8 લાખ નાગરિકો 80 વર્ષથી વધુ ઉંમરના છે અને 21.9 લાખ પ્રથમ વખતના મતદારો છે, રાજ્યની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન, સંપૂર્ણ પંચે રાજ્ય સરકારના અધિકારીઓ સહિત મુખ્ય સચિવ, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક, પોલીસ મહાનિર્દેશક અને અન્યો સાથે ઘણી બેઠકો યોજી છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજવામાં આવી છે.
આ વર્ષે 29,643 નવદંપતીઓની નોંધણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 1,600 મતદાન મથકોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે, 200 કેન્દ્રોનું સંચાલન વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે અને 1,600 કેન્દ્રોનું સંચાલન નવા ભરતી કરાયેલા યુવાનો દ્વારા કરવામાં આવશે. 51,756 મતદાન મથકોમાંથી 50 ટકા મતદાન પ્રક્રિયા વેબકાસ્ટ કરવામાં આવશે.
મીટિંગ દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની ચર્ચા કરતા, કુમારે કહ્યું હતું કે તેઓએ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થવી જોઇએ. તે માટે રેવડી બજાર બંધ થવા જોઇએ એટલે કે મતદારોને મફત રોકડ અને દારૂના વિતરણ પર જેવી બાબતો પર વાત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ બૂથ પર અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવશે.
તેમણે ચૂંટણી પંચને પણ વિનંતી કરી હતી કે તેઓ આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ સરકારોને અલગ અલગ આદેશો જાહેર કરતા અટકાવવા જોઇએ. આયોગે ધ્યાન રાખવું પડશે કે ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવે અને દરેક મતદાન મથક પર 75 ટકા મતદાન થાય. નોંધનીય છે કે રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ મતદાનની ટકાવારી 74.71 ટકા નોંધાઈ હતી.