ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની કોમામાં! આ નેતા બની શકે છે ઉત્તરાધિકારી

તેલ અવિવ: મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થતિ બનેલી છે, ઈરાન અને ઇઝયારલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં ઈરાનના નેતૃત્વમાં મોટા બદલાવ થવા અંગેના આહેવાલો છે. એક આહેવાલ મુજબ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) ની તબિયત લથડી છે, તેમના બીજા પુત્ર મોજતબા ખમેની (Mojtaba Khamenei)ને તેમના ઉત્તરાધિકારી નીમવામાં આવ્યા છે.

આયતુલ્લાહ અલી ખામેની કોમામાં સારી ગયા:
ઈઝરાયેલના એક મીડિયા આઉટલેટે આ અંગે અહેવાલ રજુ કર્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ ગયા મહિને એક ગુપ્ત બેઠક દરમિયાન ખમેનીના ઉત્તરાધિકારીની પસંદગી કરી હતી. અહેવાલો મુજબ અલી ખામેની કોમામાં સરી ગયા છે અને ‘ગંભીર રીતે બીમાર’ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી એસેમ્બલી ઑફ એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતા બનવા માટે બે તૃતીયાંશ વોટ મેળવવા જરૂરી છે. એસેમ્બલી ઑફ એક્સપર્ટ 86 મૌલવીઓનું જૂથ છે, તેમની ચૂંટણી દર 8 વર્ષે યોજાય છે. પરંતુ તેમની પસંદગીમાં ગાર્ડિયન કાઉન્સિલ મોટી ભૂમિકા ભજવે છે. જો કે, ખામેનીની તબિયત બગડવા અંગે ઈરાની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Also Read – Benjamin Netanyahu ના ઘર નજીક હિઝબુલ્લાનો રોકેટ હુમલો, સુરક્ષા એજન્સીએ ઘટનાને ગંભીર ગણાવી

કોણ છે મોજતબા ખામેની?
મોજતબા ખમેનીની ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીના બીજા પુત્ર છે. તેનો જન્મ 1969માં મશહાદમાં થયો હતો, તેમણે ધર્મશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. તેણે 1999 માં મૌલવી બનવા માટે કોમમાં અભ્યાસ કર્યો. ઉપરાંત, છેલ્લા બે વર્ષ દરમિયાન, મોજતબા ખમેનીએ ઈરાનના શાસનમાં ઘણો અનુભવ મેળવ્યો છે. જો કે તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે, તેઓ 2009ની ચૂંટણી પછીના વિરોધને દબાવવામાં તેમની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker