UP By Polls: કેશવ પ્રસાદ મૌર્યએ યોગીના ‘બટેંગે તો કટેંગે’ નારાને સમર્થન આપીને વિપક્ષને આપ્યો જવાબ…
લખનઊઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રાજ્યમાં 9 વિધાનસભા સીટ પર યોજાઈ રહેલી પેટાચૂંટણી વચ્ચે સીએમ યોગીના ‘બટેંગે તો કટેંગે’ નારાનું સમર્થન કર્યું છે. તેમણે રવિવારે, ‘એક રહેંગે તો સેફ રહેંગ, બટેંગે તો કટેંગે’ કહી કાર્યકર્તાઓને એકજૂથ થવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગોધરા કાંડ આધારિત ફિલ્મ The Sabarmati Report અંગે PM Modiએ શું કહ્યું?
વિપક્ષને તેની જ ભાષામાં જવાબ આપવાનો છેઃ મૌર્ય
મૌર્યએ સત્તારૂઢ ભાજપમાં કોઈ મતભેદ હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે પાર્ટીનો નારો ‘એક રહેંગે તો સેફ રહેંગે’ છે. વિપક્ષ સમાજવાદી પાર્ટીને તેની જ ભાષામાં જ જવાબ આપવાનો છે. ઉપરાંત ડેપ્યુટી સીએમ મૌર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સંદેશ સ્પષ્ટ અને તેમના ભાષણમાંથી ઉભરીને આવેલો નારો – ‘એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે’ આપણા તમામ કાર્યકર્તાઓની એકજૂથતા અને સંકલ્પનું પ્રતીક છે.
ભાજપમાં મતભેદ હતા નહીં અને થશે પણ નહીં: મૌર્ય
આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં મતભેદ હતા નહીં અને થશે પણ નહીં. આ નારો મારી જેવા કરોડો કાર્યકર્તાઓના દીલનો અવાજ છે. ભાજપનો નારો ‘એક રહેંગે સેફ રહેંગે’ છે. પોસ્ટમાં મૌર્યએ પૂછ્યું, સપા, બસપા અને કોંગ્રેસને એકજૂથતાથી પેટમાં શું દુખે છે.
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસે કરેલી ફરિયાદ પર ચૂંટણી પંચ બંને પક્ષોને શું આપ્યો આદેશ? જાણો…
આ પહેલા મૌર્યએ યોગીના નારા પર વ્યક્ત કરી હતી નારાજગી
શનિવારે પ્રયાગરાજમાં આદિત્યનાથના ‘કટેંગે તો બટેંગે’ના નારાને લઈ પૂછવામાં આવેલા સવાલ પર ઉપમુખ્યમંત્રી મૌર્યએ નારાજ સ્વરમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી કોઈ સંબોધન કરે તો તેના પર મારે શું કામ ટિપ્પણી કરવી જોઈએ. આમ કહીને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.