બોલીવૂડના ખિલાડી એટલે અક્ષય કુમાર (Akshay Kumar) અને રાજકારણના ખેલાડી જો કોઈને કહેવા હોય તો તે પીએમ નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે. પરંતુ જરા વિચાર કરો જ્યારે આ બે ખેલાડીઓ એતક સાથે જોવા મળે તો? ભાઈ વિચારવાનું શું છે ચાલો ને અમે તમને દેખાડી જ દઈએ.
આ પણ વાંચો: દિલદાર અક્ષય કુમારે એક કરોડનું દાન કર્યુ એ પણ વાનરો માટે
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં અક્ષય કુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Mininster Narendra Modi) સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પીએમ મોદી અને અક્ષય બંને એકબીજાના હાલચાલ પૂછતા જોવા મળે છે. અક્કીએ આ મુલાકાતનો ફોટો પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જેમાં અક્કી પીએમ મોદીને મળીને ખુશ થઈ જાય છે અને પીએમ મોદીનો હાથ પકડીને ઊભો છે.
Got an opportunity to listen to our PM @narendramodi ji give an inspirational talk about new India’s growth story at the HT Leadership Summit #HTLS2024 pic.twitter.com/QainOTW3Ad
— Akshay Kumar (@akshaykumar) November 16, 2024
આ ફોટો શેર કરીને અક્કીએ કેપ્શનમાં લખ્યું છે કે આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે એક ઈવેન્ટમાં મુલાકાત થઈ અને તેમને સાંભળવાનો અવસર મળ્યો. એમણે ભારતની પ્રગતિ અને વિકાસ માટેની વાતો કરી હતી. આ સિવાય હજી એક અક્કી અને પીએમ મોદીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અક્કી, પીએમ નરેન્દ્રી મોદીને મળે છે અને પીએમ મોદી એમની સાથે હાથ મિલાવીને કહે છે કે કેમ છે ભાઈ?
અક્ષય કુમાર અને પીએમ મોદીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ પર અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. યુઝર્સ પીએમ મોદી અને અક્ષયના વખાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં અક્ષય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ઈન્ટરવ્યું કર્યો હતો અને આ વીડિયોમાં પીએમ મોદીનો હલકો ફૂલકો અંદાજ જોવા મળ્યો હતો જેના બધાએ વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: ફિલ્મી દુનિયા છોડી ક્યાં ગઈ અને શું કરે છે અક્ષય કુમારની સાળી Musmus Suhasi girl ?
વર્ક ફ્રન્ટની વાત કરીએ કો અક્કી હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યા હતા અને આ પહેલાં તે સ્ત્રી-ટુમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. હવે અક્ષય ટૂંક સમયમાં જોલી એલએલબી 3, સ્કાય ફોર્સ અને હાઉસફૂલ-5, કનપ્પા અને હેરા ફેરી-3 જેવી ફિલ્મોમાં જોવા મળશે.