થાણેમાં રોકડ સહિત રૂ. 27.68 કરોડની મતા જપ્ત…
થાણે: 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ કરાઇ ત્યારથી સત્તાવાળાઓએ થાણે જિલ્લાના 18 મતક્ષેત્રોમાં રોકડ, દારૂ અને નશીલો પદાર્થ સહિત રૂ. 27.68 લાખની મતા જપ્ત કરી હતી.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર 15 ઑક્ટોબરે આચારસંહિતા લાગુ કરાયા બાદ સત્તાવાળાઓએ 15.59 લાખની રોકડ, રૂ. 3.01 કરોડનો દારૂ, રૂ. 1.79 લાખનો નશીલો પદાર્થ, રૂ. 23.26 કરોડની કિંમતના દાગીના અને કીમતી વસ્તુઓ તેમ જ મફત વિતરણ માટેની રૂ. 7.05 કરોડની સામગ્રી જપ્ત કરી હતી.
સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને ફ્લાઇંગ સ્કવોડે વાહનોને રોકીને ચકાસણી કરી હતી અને સંવેદનશીલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આર્થિક વ્યવહારો, નશીલા પદાર્થની હેરફેર અને સંગ્રહ સુવિધાઓ પર નજર રાખી હતી.
આ પણ વાંચો : ચૂંટણી દરમિયાન મુંબઈ પોલીસનું સૌથી મોટું ઑપરેશનઃ ચાંદી ભરેલો ટ્રક પકડ્યો…
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. (પીટીઆઇ)