નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું છે Taj Mahalનું જૂનું નામ? 99 ટકા લોકોને નથી ખબર…

આગ્રાનો તાજ મહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને આ તાજ મહેલને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે શું તમને તાજમહેલનું જુનૂં નામ ખબર છે તો? કદાચ આ સવાલ સાંભળીને પણ તમને થશે કે તાજ મહેલનું પૂરું નામ આ તે વળી શું છે નવું? તાજ મહેલનું નામ તાજ મહેલ જ હોય ને? પરંતુ બોસ એવું નથી. તાજ મહેલનું જૂનું નામ અલગ છે અને આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

યુપીના આગ્રામાં આવેલા તાજ મહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક તો છે જ પણ એની સાથે સાથે જ તે બાંધકામનો એક ઉત્તમ નમૂનો પણ છે. ભારતની આ ધરોહર મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમની યાદમાં તાજ મહેલ બનાવડાવ્યો હતો. દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરનાર આ ઐતિહાસિક સ્મારકને બનાવવામાં સફેદ સંગેમમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સુંદરતા ખરેખર બેનમૂન છે.

યમુના નદીના કિનારે આવેલા આ સ્મારકને જોવા માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં દરરોજ પર્યટકો આવે છે. પરંતુ વાત કરીએ તાજ મહેલના જૂના નામની તો તાજ મહેલનું જૂનું નામ અલગ છે. એવું કહેવાય છે કે શાહજહાંએ આ કબરમાં પોતાની ત્રણેય બેગમને દફનાવી છે. જ્યારે આ કબ્રમાં બેગમ મુમતાઝને દફનાવવામાં આવી તો એનું નામ રઉજા-એ-મુનવ્વરા રાખવામાં આવ્યું હતું, જેને શાહજહાંએ મુમતાઝની યાદમાં બનાવ્યું હતું. કાળાનુક્રમે રઉજા-એ-મુનવ્વરાનું નામ બદલીને તાજ મહેલ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : … તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?

છે ને એકદમ ધાસ્સુ માહિતી? તમને ખબર હતી આ વાત? હવે તમે પણ તમારા મિત્રોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો આ માહિતી શેર કરીને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker