નેશનલ

પાંચ રાજ્યોની વિધાન સભા ચૂંટણીનું શેડ્યુલ જાણો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે સોમવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે, મિઝોરમમાં 7 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે જ્યારે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. આ તમામ 5 રાજ્યોમાં 3 ડિસેમ્બરે મતદાતાઓની મતગણતરી સાથે પરિણામ સ્પષ્ટ થઈ જશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 8.2 કરોડ પુરુષ મતદાતા અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.


આ સાથે રાજ્યવાર ડેટા રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં 5.6 કરોડ મતદારો, રાજસ્થાનમાં 5.25 કરોડ મતદાતા, તેલંગાણામાં 3.17 કરોડ મતદાતા, છત્તીસગઢમાં 2.03 કરોડ મતદારો, જ્યારે મિઝોરમમાં 8.52 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


5 રાજ્યોમાં ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં વાપસી અને મધ્યપ્રદેશમાં જીત પર નજર રાખી રહી છે. કોંગ્રેસની નજર તેલંગાણા પર પણ છે, જ્યાં કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. ભાજપ પણ મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવા માટે કમર કસી રહ્યું છે અને રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા પર પાછા ફરવાનો મોકો જોઈ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત