નેશનલ

Vande Bharat ટ્રેનના બ્રેકફાસ્ટમાં નીકળ્યા કીડા, રેલવેએ કોન્ટ્રાક્ટરને ફટકાર્યો 50,000 નો દંડ…

નવી દિલ્હીઃ ખાદ્ય ચીજોમાં જીવજંતુઓ નીકળવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંક આવી ઘટના સામે આવતી રહે છે. હવે વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તિરુનેલવેલી-ચેન્નઈ એગ્મોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20666 માં મુસાફરી કરી રહેલા પેસેન્જરને પીરસવામાં આવેલા નાસ્તામાં ત્રણ કીડા મળ્યા હતા. આ નાસ્તો તેને મદુરાઈ સ્ટેશ પર આપવામાં આવ્યો હતો. મદુરાઈ સ્ટેશનથી રવાના થયા બાદ તરત જ તેણે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : લોલમલોલ ! Railway કર્મચારીએ  મુસાફરો પાસેથી ટિકિટનાં વધુ નાણાં લીધા પણ ..

રેલવેએ શું કહ્યું

યાત્રા દરમિયાન આપવામાં આવેલા સાંભારમાં કીડો મળ્યા બાદ દક્ષિણ રેલવેએ ખુલાસો જાહેર કર્યો છે. રેલવેએ મુસાફરની માફી માંગી અને લાયસન્સ ધારક સામે કાર્યવાહી કરવાનો વાયદો કર્યો. અધિકારીઓ અનુસાર ઓનબોર્ડ મેનેજર, સીઆઈઆર, મુખ્ય વાણિજ્યિક નિરીક્ષક અને સહાયક વાણિજ્યિક પ્રબંધકે વૃંદાવન ફૂડ પ્રોડેક્ટસ તરફથી તિરુનેલવેલી બેસ કિચન તરફથી આપવામાં આવેલા ફૂડની ચકાસણી કરી હતી.

મુસાફરે શું કહ્યું

જે મુસાફરને આ અનુભવ થયો હતો તેણે લખ્યું, જો તમારા બાળકોને આવું જમવાનું આપો તો ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. ઈડલી પર રંગના નિશાન છે. આ દરમિયાન તેની આસપાસના મુસાફરો તેને આ સાંભર મસાલા અને જીરા હોવાનું કહે છે. મુસાફરની ફરિયાદ બાદ રેલવે દ્વારા અન્ય ફૂડની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ મુશ્કેલી ન હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : હરિયાણામાં વિદ્યાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો; યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા

50,000 રૂપિયાનો ફટકાર્યો દંડ

રેલવેએ કહ્યું કે, બેદરકારી બદલ વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ પર 50,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત આગળની કાર્યવાહી માટે વિચારણા કરવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રેલવે ઘટનાની તપાસ કરી રહ્યું છે. મિની પેન્ટ્રી એન્ટ્રી પરીક્ષણમાં તે સ્વચ્છ જોવા મળી હતી. તેમજ કીડા મળી આવ્યા નહોતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker