Assembly Election: ‘બાળ ઠાકરે’ની ‘પુણ્યતિથિ’એ બંને શિવસેનામાં ‘પોસ્ટર વોર’ શરૂ…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટે મતદાન થશે. ચૂંટણી માટેનો પ્રચાર 18 નવેમ્બરે શમી જશે.એના એક દિવસ પહેલા એટલે કે 17 નવેમ્બરના આજ રોજ શિવસેનાના સ્થાપક હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરેની પુણ્યતિથિ અને સ્મૃતિ દિન મનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…
આ મુદ્દે શિવસેનાની બંને છાવણીમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાએ એક જાહેરાત પ્રકાશિત કરી છે, જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
શિવસેના (થાણે)ના નેતા સંજય મોરે તરફથી વર્તમાન પત્રોમાં આપેલી જાહેરાતમાં બાળ ઠાકરેના એક જૂના નિવેદનનો સહારો લઇને પ્રહાર કરવામાં આવ્યા છે. બાળ ઠાકરેની મોટી તસવીર સાથે લખવામાં આવ્યું છે કે અમારી શિવસેનાને કૉંગ્રેસ નહીં બનવા દેશે નહીં. તમારા મત બાળાસાહેબના વિચારોને એટલે કે ધનુષ બાણને (એકનાથ શિંદેની શિવસેના) આપો.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અંધકાર દૂર કરશે મશાલ ( ઠાકરે સેનાનું ચૂંટણી પ્રતીક) નીચે લખવામાં આવ્યું છે કે હું બાળા સાહેબની મશાલ છું.
23 જાન્યુઆરી 1926ના રોજ જન્મેલા બાળાસાહેબ ઠાકરેનું 17 નવેમ્બર, 2012ના રોજ નિધન થયું હતું. ત્યારથી આ દિવસને શિવસૈનિકો સ્મૃતિ દિવસ તરીકે મનાવે છે. બાળાસાહેબ બાદ તેમનો પુત્ર ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ બન્યા હતા.
આ પણ વાંચો : મતદાન મથકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરો: પીએમ મોદીનો ભાજપના કાર્યકરોને મંત્ર…
દિવંગત આનંદ દિઘે શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના નજીકના સાથી અને તેમના વિચારોના પ્રખર સમર્થક હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શક હતા. શિવસેનાના વિભાજન બાદ એકનાથ શિંદેવાળી શિવસેના જ હિંદુત્વવાદી વિચારો સાથે અસલી શિવસેના હોવાનું શિંદે જૂથ દાવો કરી રહ્યું છે. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રની 288 સીટ માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.