આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Election : નવનીત રાણાની સભામાં હંગામો, ખુરશીઓ ઉછળી લાગ્યા આ નારા

અમરાવતી : મહારાષ્ટ્રમાં વિધાનસભા(Maharashtra Election)ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ સોમવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં શનિવાર સાંજે ભાજપ નેતા અને ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાની રેલી પર ટોળાએ કથિત રીતે હુમલો કર્યા કર્યા બાદ હંગામો જોવા મળ્યો હતો. જેમાં ખુરશીઓ ફેંકવામાં આવી હતી અને ધમકીભર્યા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.


Also read: અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના


સુરક્ષા કર્મચારીઓ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા

આ સમગ્ર ઘટનાના વિડીયોમાં જોઇ શકાય છે કે, ખલ્લર ગામમાં એક રેલીમાં નવનીત રાણા સમર્થકો દ્વારા ઘેરાયેલા છે. જ્યારે એક જુથ ખુરશીઓ ફેંકી રહ્યું હતું. જ્યારે નવનીત રાણા ટોળા તરફ આગળ વધતી જોવા મળી હતી. નવનીત
રાણાના સુરક્ષા કર્મચારીઓ તેને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ શરૂ

આ ઘટના બાદ પૂર્વ સાંસદ ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે. અહેવાલોમાં જણાવાયું છે કે ગામમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

અલ્લાહુ અકબરના નારા લાગ્યા

આ અંગે મીડિયા રિપોર્ટ મુજબ નવનીત રાણાએ કહ્યું કે “અમે ખલ્લરમાં ગામમાં શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ મારા ભાષણ દરમિયાન કેટલાક લોકોએ ગંદા ઇશારા કરી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. મેં કોઈ પ્રતિક્રિયા આપી નહોતી પછી તેઓએ અલ્લાહુ અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું. જ્યારે પાર્ટી સમર્થકોએ તેમને મારા માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવા કહ્યું, ત્યારે તેઓએ ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. નવનીત રાણાએ દાવો કર્યો હતો કે તેને ગંદા ઇશારા કરવામાં આવ્યા અને તેની પર થૂંકવામાં પણ આવ્યું હતું. જે સુરક્ષા કર્મચારીઓના યુનિફોર્મ પર પડ્યું હતું.


Also read: DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ


આ અંગે અમરાવતી ગ્રામીણમાં ક્રાઈમ બ્રાન્ચના નિરીક્ષક કિરણ વાનખેડે જણાવ્યું હતું કે નવનીત રાણા દરિયાપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ બુંદીલેના પ્રચાર માટે ખલ્લર ગામમાં આવ્યા હતા. ત્યારે બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. તેમણે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી અને ઉમેર્યું કે તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker