ઉત્સવ

મિજાજ મસ્તી: બંદૂકથી બગીચા સુધી… કેવા રે મળેલા મનના મેળ

-સંજય છેલ

પ્રેમ- સૌથી કિંમતી ને સૌથી ચવાયેલ શબ્દ છે. (છેલવાણી)
‘અહંકારક’ ને ‘કહંકારક’, ૨ આદિવાસી પાત્રો. ‘કહંકારક’ એ વાર્તા કહેનાર કથાકાર છે ને ‘અહંકારક’ છે વાર્તા સાંભળનાર રસિયો. વરસો સુધી બેઉ એકમેકના વિરહમાં વિતાવે છે ને આખરે એકબીજાને શોધવા ભયાનક જંગલમાં ભટકે છે. પછી એક તળાવ પર બેઉ અચાનક મળે છે અને ‘કહંકારક’ ઉત્સાહથી એક પછી એક વારતાઓ કહેવા માંડે છે. ‘અહંકારક’ ખૂબ આતુરતાથી કથારસ માણે છે. એમાં ને એમાં બેઉ ભૂખ-તરસ સુધ્ધાં ભૂલી જાય છે. દિનરાત વાર્તાઓમાં બેઉ એવા તે મગ્ન થઈ જાય છે કે ખાધા-પીધા વિના બેઉ બેભાન થઇને અંતે ત્યાં જ મરી જાય છે.


Also read: ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ


આ બાજુ એમની પત્નીઓને પોતપોતાના પતિ માટે ચિંતા થાય છે. હવે બંને પત્ની જંગલમાં શોધવા નીકળે છે. ટાઢ-તડકો, વાવાઝોડું, વરસાદ, જંગલનો દાવાનળ….બધું પાર કરીને બેઉ પત્નીને પેલા તળાવ પાસે પતિઓના માત્ર હાડપિંજરો મળે છે. આ જોઇ ને બેઉ દુ:ખિયારીઓ મૂંઝાઈ જાય છે કે કયું હાડપિંજર કોનું છે? એવામાં ત્યાં એક સાધુ પસાર થાય છે.

પત્નીઓ સાધુનાં ચરણે પડીને પૂછે છે: ‘મહારાજ, આમાં કયું હાડપિંજર કોનું?-એ કેવી રીતે ઓળખવું?’
સાધુ હસીને કહે છે, ‘બહુ સહેલું છે. વજન કરો, જે હાડપિંજર ભારે છે તે ‘અહંકારક’ છે , કારણ કે એ જ્ઞાનનો સંગ્રહ કરતો હતો ને જેનું ‘હાડપિંજર’ હળવું છે છે- એ ‘કહંકારક’ છે, જે જ્ઞાનની ભેટ આપીને હળવો થયેલો. પણ હા, બેઉમાંથી કોઇને નાનો કે મોટો માનશો નહીં. એ બંને એકબીજા વિના અધૂરા હતા, જ્યારે એકબીજાને મળ્યા ત્યારે જ એમનાં જીવનનું કાર્ય પૂર્ણ થયું ને એટલે જ બેઉ સાથે જ ગુજરી ગયા.’

આ ‘વારલી આદિવાસી બોધકથા’માં એકમેક વિના બે અધૂરાંઓના જીવનની ગૂઢ વાત કેવી સરળતાથી વર્ણવી છે, પણ તમને થશે કે આજે આ કથા કેમ?
તો વાંચો, ઇંટરવલ પછી…
ઇંટરવલ
ઉસકો કસમ લગે જો બિછડ કે એકપલ ભી જીયે,
હમ બને, તુમ બને, એકદૂજે કે લિયે (આનંદ બક્ષી)
આદિવાસી બોધકથામાં તો બે પુરુષની વાત હતી પણ એકમેક
વિના અધૂરા એવા અજીબ કપલની રક્તરંજિત રોમેંટિક કથા આજે માંડવી છે.

ઉરગ્વે જેવા નાનકડા દેશમાં ૧૯૭૦ના દાયકામાં જોસ મુહિકા અને લુસિયા ટોપોલેન્સ્કી, એક હિંસક ડાબેરી પાર્ટી ‘ટુપામારોસ’નાં મેંબર્સ હતાં. જોસ સશસ્ત્ર બળવાખોરોના ગ્રુપનું નેતૃત્વ કરતો, જ્યારે લુસિયા નકલી દસ્તાવેજો બનાવવામાં એક્સપર્ટ. સરકાર વિરોધી પણ સમાજ તરફી લક્ષ્ય સાધવા બંનેએ મળીને સાથે બેંકો લૂંટી, અનેકવાર જેલો ભાંગી. સામ્યવાદના આદર્શ ખાતર ગમે તેવા ગુનાઓ કરવાથી બેઉ અચકાતા નહીં, કારણ કે એમનું સામ્યવાદી ગ્રુપ, દમનકારી ક્રૂર સરકાર સામે લડતું, જેણે ઉરુગ્વે પર વરસોથી કબજો કરેલો.


Also read: વ્યંગ : રાતોરાત માલદાર થવા આ ત્રણ અક્કલના ઓથમીરે શું કર્યું?


જોસ ૩૭ વર્ષનો અને લુસિયા ૨૭ની હતી ત્યારે એક ખૂંખાર ગુપ્ત ઓપરેશન કે બોંબ-કાંડ દરમિયાન એકબીજાને પહેલીવાર મળ્યા. આજે ૮૯ વર્ષના જોસ, લુસિયા સાથેની લવ-સ્ટોરી મમળાવતાં કહે છે: ‘અમને બેઉને લોહિયાળ યુદ્ધ વચ્ચે પેશનેટ પ્રેમ થયેલો. અમારી પહેલી રાત બોંબધડાકા ને ગોળીબાર વચ્ચે પહાડી પર સંતાઇને વિતાવવી પડેલી. પછી અમને બેઉને જેલમાં પૂરવામાં આવ્યાં. જેલમાં અમારા પર સતત ખૂબ ત્રાસ ગુજારવામાં આવતો. અલગ અલગ જેલમાં અમે બેઉએ સરકારી દમન સહીને પૂરા ૧૩ વર્ષ કાઢ્યા. જેમાં ફક્ત ૧ જ પત્રની આપ-લે અમે કરી શક્યાં. બાકીનાં લેટર્સને તો જેલના ઑફિસરો જપ્ત કરી લેતા! ’

વિચાર કરો, બે પ્રેમી વચ્ચે ૧૩-૧૩ વરસમાં માત્ર ૧ જ પત્ર! પછી ૧૯૮૫માં ઉરુગ્વેની સરમુખત્યારશાહી આથમી. જોસ-લુસિયા, જેલમાંથી છૂટ્યાં. ૧૩ વરસે ફરી એકમેકને મળ્યા પણ એમનો પ્રેમ એવો જ જીવંત ને અકબંધ હતો. ત્યાર બાદ, જોસ ને લુસિયાએ એમના સાથીઓને લઇને ઉરુગ્વેને વિશ્ર્વની સૌથી મજબૂત લોકશાહી બનાવવાની રાજકીય લડત આદરી અને એમાં સફળ પણ થયાં. આ બધા સંઘર્ષમાં જોસ અને લુસિયા, જેલમાંથી છૂટીને ૨૦-૨૦ વર્ષ સાથે તો રહ્યા પણ કદી લગ્ન ના કર્યા. ૨૦૦૫માં એક ટી.વી. શોના ઇન્ટરવ્યુમાં જોસે અચાનક જાહેર કર્યું:

‘અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએં!’-ત્યારે લુસિયાને અણધારી સરપ્રાઇઝ મળી. સાદાઇથી થયેલ લગ્નની રાતે પણ બેઉ હનીમૂનમાં ગયા નહીં, પણ પ્રતિબદ્ધ રાજકારણીની જેમ રાજકીય રેલીમાં ગયેલા! ૨૦૦૯માં જોસ, ઉરુગ્વેના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને લુસિયા ૨૦૧૭માં ઉપ-રાષ્ટ્રપતિ બની.

હિંસાથી લોકશાહી સુધીનાં આવા ઊબડખાબડ રાજકીય જીવન ઉપરાંત, પાછલી ઉંમર વિતાવવા એમણે ઉરુગ્વેની બહાર નાનું ફાર્મ-હાઉસ બનાવ્યું, જ્યાં બેઉ ફૂલો ઉગાડતા અને સાવ નોર્મલ લોકોની જેમ ફૂલોને બજારમાં વેંચવા જતાં.
કોઇ કલ્પના કરી શકે કે આપણે ત્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે પી.એમ.ને આવી સાદગી ફાવે? ૧૩-૧૩ વરસ જેલમાં રહેવાથી બાળકો થવાની ઉંમર તો વિતી ગયેલી એટલે પછી ફાર્મહાઉસમાં અનેક કૂતરાંઓને બાળકોની જેમ ઉછેરવા લાગ્યા. જે હાથોમાં બંદૂક હતી એ હાથોમાં ફૂલ આવ્યા ને જે લોકો બેંકો લૂંટતા એ બજારમાં મામૂલી સ્ટોલ રાખતા. હિંસક આદોલન કરનારા કૂતરાંઓને ચાહવા લાગ્યા!

‘હવે વૃદ્ધ જોસને અન્નનળીનું કૅન્સર છે ને રેડિએશનથી કમજોર સ્વરે જોસ કહે છે, પ્રેમની વ્યાખ્યા દરેક ઉંમરે બદલાતી રહે છે. જ્યારે તમે જુવાન હો ત્યારે પ્રેમ, આતિશબાજી જેવો લાગે છે ને એ જ પ્રેમ બુઢાપામાં મીઠી આદત બની જાય છે. હું તો ખાલી લુસિયાના પ્રેમના કારણે જ જીવિત છું.’

પેલી આદિવાસી બોધકથાની જેમ અહીં પણ બે વ્યક્તિ, એકમેકના પૂરક પાત્ર બનીને જીવનને સંપૂર્ણ બનાવે છે….વાત તો એ જ છેને આખરે?
એંડ-ટાઇટલ્સ:
આદમ: આપણે બેઉ એક જ છીએ
ઈવ: એમ? તો તારા બધા પાસવર્ડ આ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker