સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર ભવનમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી નિયમ વિરૂદ્ધ થઈ રહી છે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર ભવનમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની જાહેરાત 2019 માં આવેલ હતી. આ પોસ્ટ માટે શ્રદ્ધા બારોટ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાની સીટ પર સિન્ડિકેટ મેમ્બર તરીકે પસંદગી પામેલ નીદત બારોટ છે તેમના કુટુંબી થાય છે.છેલ્લા ઘણા દિવસથી યુનિવર્સિટીમાં આ ભરતી પ્રકરણ ચર્ચા ના ચકડોળે ચડ્યું છે.અગાઉ શ્રદ્ધા બારોટ ડિસ્કવોલિફાય થયા હતા. પરંતુ હવે અચાનક તેઓ ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં સામેલ થઈ અને પસંદગી પામવા જઈ રહ્યા છે.પરંતુ યુ જી સી ના નિયમો શું કહે છે તે પણ જોઈએ તો નિષ્ણાતોના મતે અગાઉનો નિર્ણય સાચો ઠરે છે. આ પ્રકરણમાં ત્રણ દિવસ અગાઉ નિમણૂકની પ્રક્રિયા કાયદેસર ઠેરવવા માટે નીદત બારોટ દ્વારા રજૂઆતો કરી છે. અમુક નિયમો ટાંક્યા છે. પરંતુ પગાર ધોરણનો જે નિયમ છે તે પૂર્ણ થતો નથી તેવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ જાહેરાતના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક સ્ક્રૂટીની કમિટીની રચના કરવામાં આવી હતી. આ સ્ક્રૂટીની કમિટીએ UGC regulation 2018 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ordinance 205 મુજબ સ્કુટીની કરેલી હતી.જેમાં નીચે મુજબના નિયમોની જોગવાઈ ધ્યાનમાં રાખવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડીનેન્સ 205 અને UGC રેગ્યુલેશન 2018માં ક્રમ 10 મા Counting of past services for direct recruitment and promotion under CAS મા નીચે મુજબની જોગવાઈ છે ક્રમ 10 (b)સ્પષ્ટ જણાવેલ છે કે ભૂતકાળનો અનુભવ ધ્યાનમાં લેવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ,એસોસિયેટ પ્રોફેસર કે પ્રોફેસરની સમકક્ષ પગાર ધોરણ મેળવતા હોવા જોઈએ. એટલું જ નહીં પરંતુ ક્રમ 10 ના (f) (iii) સ્પષ્ટ જણાવેલ છે કે જે તે કેડરનો ભૂતકાળનો અનુભવ ધ્યાનમાં લેતી વખતે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર,એસોસિયેટ પ્રોફેસર કે પ્રોફેસરના કુલ માસિક વેતન કરતા ઓછું વેતન મેળવતા હોવા જોઈએ નહીં.આ ઉપરાંત આ જ રેગ્યુલેશનના ક્રમ 10 ના(G માં) પણ સ્પષ્ટ જણાવેલ છે કે ઉપરોક્ત જોગવાઈઓ પ્રાઇવેટ /લોકલ બોડી /કે સરકારી કોઈપણ મેનેજમેન્ટ હોય તેને પણ આ જોગવાઈઓ લાગુ પડે છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સ્કુટીની કમિટીએ કેટલાક ઉમેદવારોને disqualified કરેલા હતા અને કેટલા ઉમેદવારોને qualified કરેલા હતા.સ્કુટીની કમિટીએ કરેલી આ પ્રક્રિયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તારીખ 13 /8 /2020 ના રોજ પત્ર ક્રમાંક મહેકમ અ 312/20 ના પત્રથી રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગેલું હતું. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગદર્શનના પ્રત્યુતરમાં આવેલા પત્ર ક્રમાંક સર 10 20 20 503 ખ -રે તારીખ 19 /12/2020 ના પ્રત્યુતરમાં જણાવેલ બિડાણ તારીખ 11 /6 /2020 ના પત્રમાં જણાવેલ છે કે UGC regulation 2018માં ક્રમ 10 માં જણાવેલ બાબતોનો અમલ કરવો તેવું લેખિતમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે. સરકારશ્રીના માર્ગદર્શન પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી નહીં.પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવર્તમાન ઇન્ચાર્જ કુલપતિ શ્રી ગીરીશભાઈ ભીમાણીએ સરકારના માર્ગદર્શનને ન માની ભરતીની પ્રક્રિયાઓ હાથ ધરેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં માત્ર શિક્ષણશાસ્ત્ર ભવનમાં એસોસિયેટ પ્રોફેસર ની ભરતી માટે તેઓએ ફરીથી સ્કુટીની કમિટી બનાવી. આ સ્ક્રૂટીની કમિટીના ત્રણ સભ્યોએ અગાઉ જે ઉમેદવારોને disqualified કરેલા હતા તેઓને disqualified જાહેર કર્યા પરંતુ બે સભ્યોએ તેમને qualified જાહેર કરેલ હતાં. આ ઉપરાંત એક સભ્ય જે સમગ્ર મીટીંગ દરમિયાન હાજર નહોતા તેને કુલપતિ શ્રી એ પાછળથી તેની ચેમ્બરમાં બોલાવી અને qualified છે તેવી સહી કરાવી લીધી.આ અંગેની ફરિયાદ જે તે સમયે કરવામાં આવેલી છે.જેની નકલ સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આ સમગ્ર પ્રકરણની જાણ કરવામાં આવી છે.
આમ પ્રથમ વખત સ્કુટીની કમિટીએ જે લોકોને disqualified કર્યા રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ તેઓ disqulified હતા, પૂનઃ નિમાયેલી સ્ક્રૂટીની કમિટીના પણ કેટલાક સભ્યોએ પણ જે ઉમેદવારોને અગાઉ disqualified કર્યા હતા તેવા સભ્યોને qualified ગણાવ્યા અને યુનિવર્સિટીએ એસોસીએટ પ્રોફેસર માટે ભરતી ની પ્રક્રિયા હાથ ધરેલ છે આ પ્રક્રિયામાં UGC Regulation 2018 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓર્ડિનન્સ 205 અને રાજ્ય સરકારના પરિપત્રનો ભંગ થયો હોય સમગ્ર પ્રક્રિયા રદ કરવી જોઈએ.
આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ને શિક્ષણ મંત્રીએ રૂબરૂ બોલાવી નિયમનો ભંગ કઈ રીતે થયો તેનો ખુલાસો માંગ્યો છે.
છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુ જી સી ના નિયમોને ગોળીને પી ગઈ છે. શિક્ષણનું સ્તર દિવસે અને દિવસે નબળું થતું જાય છે છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મળતા નથી અને કાર્યકારી કુલપતિ થી ગાડુ ગબડાવીએ જાય છે.
રોજ કોઈના કોઈ મુદ્દે વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી રહ્યા છે.
આશા રાખીએ છીએ કે ભરતી પ્રકરણમાં તાત્કાલિક કાયદાસર નો નિર્ણય સરકાર લેશે, કાયદાને તોડી મરોડી અયોગ્ય કરતા અધિકારીઓ સામે સખત પગલાં લઈ અને દાખલો બેસાડશે.