નેશનલ

Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન, કહી આ વાત

કોચી: ભારતની અર્થવ્યવસ્થાને(Indian Economy)બાબતે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા આવી રહેલા સારા અહેવાલો વચ્ચે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે દેશનું અર્થતંત્ર મજબૂત છે. ભારતીય અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્ર વૈશ્વિક અસરને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે શનિવારે કોચી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધતા આ બાબત જણાવી હતી. તેમણે કહ્યું કે આપણી ચાલુ ખાતાની ખાધ 1.1 ટકાની મર્યાદિત માપદંડમાં છે. જ્યારે અગાઉ 2010 અને 2011માં ચાલુ ખાતાની ખાધ છ થી સાત ટકાની વચ્ચે હતી.

675 બિલિયન ડોલરનો વિશ્વનો સૌથી મોટો ભંડાર

કોચી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે “ભારતીય અર્થતંત્રનો વિકાસ આજે સ્થિરતા અને મજબૂતાઈનું ચિત્ર રજૂ કરે છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ભારત પાસે લગભગ 675 બિલિયન ડોલરનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે.

Also Read – વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો

આરબીઆઇ ગવર્નરે મોંઘવારી પર કહી આ વાત

RBI ગવર્નરે મોંઘવારી પર કહ્યું કે તેમાં સમયાંતરે વધઘટ હોવા છતાં તે મધ્યમ રહેવાની અપેક્ષા છે. ખાદ્ય ફુગાવાના કારણે ભારતનો મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 5.5 ટકાથી વધીને ઓક્ટોબરમાં 6.2 ટકા થઈ ગયો છે.

ભારતના અર્થતંત્રને કોઇ અસર થશે નહીં

હાલમાં જ ભારતની અર્થવ્યવસ્થાને લઈને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ અને બ્રોકરેજ કંપનીઓ તરફથી સતત અહેવાલો આવી રહ્યા છે. જેમાં ભારતની આર્થિક સ્થિતિ વિશે સારા અંદાજો આપવામાં આવી રહ્યા છે. જેમાં એવો અંદાજ છે કે ભારતની આર્થિક સ્થિતિ સ્થિર અને નક્કર હોવાનો અંદાજ છે. જે સંતુલિત આર્થિક વિકાસ દર માટે માર્ગ મોકળો કરશે . વૈશ્વિક વધઘટ છતાં ભારતના અર્થતંત્રને કોઇ અસર થશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker