આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈના RBI હેડક્વાટરને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસે તપાસ શરુ કરી

મુંબઈ: છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં સંસ્થાઓ અને વ્યક્તિઓને ધમકી મળવાની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં આજે મુંબઈના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ને પણ ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો, આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે તે લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છે. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર આ કોલ આવ્યો હતો.

ફોન કરીને શખ્સે કહ્યું કે, “હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ બોલી રહ્યો છું અને પાછળનો રસ્તો બંધ કરો ઇલેક્ટ્રિક કાર ખરાબ થઇ ગઈ છે.” આટલું કહીને ફોન કટ કરી દીધો.

પોલીસે તપાસ શરુ કરી:
આ ઘટનાને ગંભીરતાથી લેતા માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં રિઝર્વ બેંકના સિક્યોરિટી ગાર્ડે આપેલી ફરિયાદ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસને આશંકા છે કે આ ફોન કોઈએ મજાક માટે કર્યો હોઈ શકે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Also Read – દુનિયાના સૌથી મોંઘા સિંગાપોર કરતા પણ મુંબઈ મોંઘુ ? જાણો મુંબઈની જ એક મહિલા શું કહે છે

મુંબઈની લૉ ફર્મને પણ ધમકી:
અગાઉ ગુરુવારે, મુંબઈની જેએસએ લૉ ફર્મ બલાર્ડ પેર અને જેએસએ ઑફિસ કમલા મિલ લોઅર પર્લને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ મેલમાં લખવામાં આવ્યું હતું કે જેએફએ ફર્મની ઓફિસ અને બેલાર્ડ એસ્ટેટની ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી.

બોમ્બ બ્લાસ્ટની ધમકીની ધટનામાં વધારો:
છેલ્લા બે-ત્રણ મહિનામાં એરોપ્લેન,શાળાઓ, હોટલ, એરપોર્ટ, બજાર, ટ્રેન, બસ વગેરે પર બોમ્બની ધમકીઓ સતત વધી રહી છે. અત્યાર સુધી આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker