ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ જીતી લીધી…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાએ અહીં આજે પાકિસ્તાનને ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી રોમાંચક મૅચમાં 13 રનથી હરાવીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી.
આ પણ વાંચો : ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ
વિકેટકીપર જૉશ ઇંગ્લિસના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા બાદ નવ વિકેટે 147 રન બનાવ્યા હતા જેમાં ઓપનર મૅથ્યૂ શૉર્ટના 32 રન અને ઑરોન હાર્ડીના 28 રન સામેલ હતા.
પાકિસ્તાની બોલર્સમાંથી હૅરિસ રઉફે ચાર વિકેટ, અબ્બાસ આફ્રિદીએ ત્રણ વિકેટ અને સુફિયાન મુકીમે બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 134 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એકમાત્ર ઉસમાન ખાન (બાવન રન) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. પાકિસ્તાને પહેલા 44 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન પેસ બોલર સ્પેન્સર જૉન્સને પાંચ અને સ્પિનર ઍડમ ઝૅમ્પાએ બે વિકેટ લીધી હતી. છેલ્લા બન્ને બૅટર રનઆઉટ થયા હતા.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ઑસ્ટ્રેલિયા પ્રથમ મૅચ 29 રનથી જીત્યું હતું.
હવે સોમવારે (બપોરે 1.30 વાગ્યાથી) છેલ્લી ટી-20 રમાશે.