સ્પોર્ટસ

પાકિસ્તાનની બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીની ટૂર ભારતમાં ક્યારે છે જાણી લો…

ઇસ્લામાબાદઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાવાની છે અને ત્યાં આ સ્પર્ધાની ટ્રોફીની ટૂર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ઉપક્રમે આજે યજમાન પાકિસ્તાનમાં શરૂ કરવામાં આવી હતી. જોકે બીસીસીઆઇના સખત વિરોધને પગલે આ ટ્રોફીની ટૂરમાંથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પી.ઓ.કે.)ના વિસ્તારો (સ્કાર્ડુ, હુન્ઝા, મુઝફ્ફરાબાદ)ને કાઢી નાખવામાં આવ્યા છે. આ ટ્રોફીને આવનારા દિવસોમાં સ્પર્ધાના બાકીના દેશોમાં પણ લઈ જવામાં અને આઇસીસી દ્વારા ભારતમાં ટ્રોફીને જાન્યુઆરીના મધ્ય ભાગમાં (15મી જાન્યુઆરીએ) લાવવાની યોજના છે.

આ પણ વાંચો : IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!

ભારતે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન ન મોકલવાનો દૃઢ નિર્ણય લઈ લીધો છે જે પાકિસ્તાનને નથી ગમ્યું. ગયા વર્ષના એશિયા કપની જેમ આ સ્પર્ધા માટે પણ હાઇબ્રિડ મૉડેલ અપનાવો એવો ભારતનો આગ્રહ છે જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને માન્ય નથી એટલે આ સ્પર્ધાનું ભાવિ શું છે એ આવનારા દિવસોમાં નક્કી થઈ જશે. હાઇબ્રિડ મૉડેલ નક્કી થશે તો ભારતની મૅચો દુબઈમાં રમાશે.

આ પણ વાંચો : ટોચના કયા સાત ભારતીયોના નામથી મેગા આઇપીએલ ઑક્શનનો આરંભ થશે, જાણો છો?

ચૅમ્પિયન્સ ટ્રોફીને પાકિસ્તાનમાં પી.ઓ.કે છોડીને માત્ર કરાચી, રાવલપિંડી, ઇસ્લામાબાદ અને અબોટાબાદમાં જ લઈ જવામાં આવશે.

26મી નવેમ્બરે ટ્રોફીને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે. ત્યાર પછી જે દેશોમાં જે તારીખે ટ્રોફી મોકલવામાં આવશે એની યાદી આ મુજબ છેઃ બાંગ્લાદેશ (ડિસેમ્બર 10-13), સાઉથ આફ્રિકા (ડિસેમ્બર 15-22), ઑસ્ટ્રેલિયા (25 ડિસેમ્બર-5 જાન્યુઆરી), ન્યૂ ઝીલૅન્ડ (6-11 જાન્યુઆરી), ઇંગ્લૅન્ડ (12-14 જાન્યુઆરી) અને ભારત (15-26 જાન્યુઆરી).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker