Dollar vs Rupee: ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયો ૮૪.૪૬ની નવી નીચી સપાટીએ ગુરુવારે બંધ રહ્યો હતો. અમેરિકાના મજબૂત આર્થિક આંકડાથી ડૉલરમાં મજબૂતી આવી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વૃદ્ધિની સંભાવના પણ ડૉલરને મજબૂત કરી રહી છે. એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે. આ વેચવાલી ઘરેલું શેરબજાર અને રૂપિયો બંને પર નકારાત્મક પ્રભાવ નાંખી રહ્યા છે.
ભારતમાં ઓક્ટોબરમાં છુટક અને જથ્થાબંધ મોઘવારીમાં વધારો થયો છે. ખાદ્ય વસ્તુઓ અને શાકભાજીની કિંમતમાં વધારાના કારણે રૂપિયા પર દબાણ સર્જાયું છે. ભારતે ક્રૂડ ઓઈલ અને અન્ય વસ્તુઓની આયાત માટે વધારે ડૉલર ખર્ચ કરવા પડી રહ્યા છે, જેનાથી રૂપિયાની માંગ ઘટી છે.
આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ
આ ઉપરાંત રિઝર્વ બેંક રૂપિયાને સ્થિર રાખવા માટે બજારમાં ડૉલર વેચી રહી છે. જોકે આ હસ્તક્ષેપ ઘટાડાની ગતિની ધીમી કરી શકે છે. પરંતુ રૂપિયાને સંભાળવા માટે આ પગલું પૂરતું નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ નહીં સુધરે તો રૂપિયો ટૂંક સમયમાં જ 85 પ્રતિ ડૉલરના સ્તર સુધી પહોંચી શકે છે. જોકે રિઝર્વ બેંકના હસ્તક્ષેપ અને વૈશ્વિક બજારમાં સુધારાની સ્થિતિથી રાહત મળી શકે છે.
આ ઉપરાંત વૈશ્વિક રાજકીય સ્થિતિના કારણે પણ રોકાણકારો ડૉલરમાં રોકાણને સુરક્ષિત માની રહ્યા છે. આ કારણે ડૉલર મજબૂત થયો છે અને રૂપિયાની કિંમત ઘટી છે.
આ પણ વાંચો: Stock Market : 30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની ડીલ
રૂપિયામાં થઈ રહેલા ઘટાડાથી ભારતની અગ્રણી આઈટી કંપનીઓને ફાયદો થશે. કારણકે આ કંપનીઓની આવકનો હિસ્સો ડૉલરમાં હોય છે. જોકે ટૂલ્સ અને સોફ્ટવેરના વધતા ખર્ચથી લાભમાં થોડો ઘટાડો થઈ શકે છે. ભારતની ફાર્મા કંપનીઓ એપીઆઈની ચીનથી આયાત કરે છે. રૂપિયામાં ઘટાડાથી તેનો ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને માર્જિન ઘટે છે. ફાર્મા કંપનીઓ ભાવ વધારી શકે છે. ઑયલની આયત કરતાં આઈઓસીએલ, ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડૉલર આધારિત ક્રૂડની કિંમત વધારે ચૂકવવાની હોય છે. તેનાથી ખર્ચ વધે છે. જો રૂપિયો હજુ વધારે નબળો પડશે તો પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ શકે છે.