ઇન્ટરનેશનલ

ભારતીય તહેવારોને લાગ્યું ઇઝરાયેલ-હમાસ સંઘર્ષનું ગ્રહણ

તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે

તેલ અવીવઃ હમાસના ઈઝરાયેલ પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. એમ લાગે છે કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ લાંબો ચાલશે. ભારતમાં તહેવારોની સિઝન હજી તો શરૂ થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની વધતી જતી અસરોથી ભારત લાંબા સમય સુધી મુક્ત નહીં રહી શકે. ભારતીય ઓઇલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડશે જેનો સીધો ફટકો સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
તહેવારોની સિઝન પહેલા સામાન્ય માણસે ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે. ઈઝરાયેલ પર હમાસના હુમલાના ત્રણ દિવસ બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો આ કિંમતો સ્થિર નહીં રહે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થશે.


હકીકતમાં, હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલાના ત્રીજા દિવસે તેલના ભાવમાં 4% વધારો થયો છે. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ સોમવારે 4.53% વધીને $88.41 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ 4.69% વધીને $88.67 પ્રતિ બેરલ થઈ ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પશ્ચિમ એશિયામાં ફેલાઈ જશે તો ક્રૂડ ઓઈલની સપ્લાયમાં પડકાર આવી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં (જુલાઈથી સપ્ટેમ્બર) ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતોએ છેલ્લા 13 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયાના દરે વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઇમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયાના દરે વેચાઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button