આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ ચૂંટણીને કારણે રજા નહીં અપાય, શિક્ષણ કમિશનરની સ્પષ્ટતા

મુંબઇઃ મુંબઇમાં 20 તારીખે વિધાન સભાની ચૂંટણી છે. આ માટેની બધી તૈયારી કરવામાં આવી રહી છે. જોકે, ચૂંટણીની તૈયારીમાં શિક્ષકો રોકાયેલા હોવા છતાં રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી નથી, એવી રાજ્યના શિક્ષણ કમિશનર સૂરજ મંધરેએ સ્પષ્ટતા કરી છે. શિક્ષણ કમિશનરે જણાવ્યું છે કે શાળાઓને ચૂંટણી ડ્યૂટીમાં મૂકાયેલા શિક્ષકોના આધાર પર રજા જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તેથી, જો શાળામાં કોઈ શિક્ષક ઉપલબ્ધ ન હોય તો, શાળાના આચાર્યોને તેમની સત્તા હેઠળ રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

Also Read: હવામાનમાં પલટોઃ વરસાદના આગમન વચ્ચે શરદ પવાર અને ફડણવીસે રેલી યોજી…

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વહીવટીતંત્ર અને સંબંધિત ચૂંટણી કર્મચારીઓ ચૂંટણીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત છે. રાજ્ય સરકાર વતી, શિક્ષણ કમિશનરને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે જે સ્થળોએ શાળાના બધા જ શિક્ષકો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોય અને શાળાઓ યોજવી શક્ય ન હોય તે સંબંધિત શાળાઓના આચાર્યોને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવા સ્વતંત્રતા આપવામાં આવે.

Also read: ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ

જો કે, આ પત્રમાં રાજ્યની કોઈપણ શાળામાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી નથી. તેથી શિક્ષણ કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શાળામાં રજા રાખવા અંગેનો નિર્ણય માત્ર સંબંધિત શાળાના આચાર્ય જ લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker