સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! ગુજરાતમાં ઠંડી અંગે Ambalal Patelએ કરી આ આગાહી
Lઅમદાવાદ : ગુજરાતમાં નવેમ્બર માસના 15 દિવસ વીતી ચૂક્યા છે. જોકે હાલ રાજ્યના અનેક શહેર અને જિલ્લામાં વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ મહત્તમ અને લધુતમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આગામી સમયમાં લોકોએ સ્વેટર અને ધાબળા તૈયાર રાખવાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel)આગાહી કરી છે. તેમણે ઉત્તર ભારતમાં હિમવર્ષામાં રાજ્યમાં આ વખતે રેકોર્ડબ્રેક ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.
આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.
Also Read – Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી
જે બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.