આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: ચૂંટણીના પ્રચારાર્થે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુંબઈમાં, 4 સભાને સંબોધશે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચાર કર્યા બાદ આવતીકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધશે.
દહિસરથી કરશે પ્રચારનો પ્રારંભ

આ પણ વાંચો : Election Special: 83 બેઠક ‘મહાયુતિ’નું ગણિત બગાડી શકે, ભાજપ ચિંતામાં?

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે 10 વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે “ચાય પે ચર્ચા”માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. મુંબઈના પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્ય પ્રધાન સંવાદ કરવાના છે.

ગુજરાત ભવન ખાતે જનસભા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. અહીંની જનસભામાં મુંબઈના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં આવતીકાલે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મ્હાડા ગ્રાઉન્ડ, ઓશિવરા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ અંધેરી વિધાનસભાના મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે.

આ પણ વાંચો : Assembly Election: આચારસંહિતાની ઐસીતૈસી, 6,382 ફરિયાદ

એક જ દિવસમાં રિટર્ન

મુખ્ય પ્રધાન આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે. મુખ્ય પ્રધાન મહારાષ્ટ્ર વિધાન સભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધન કરીને આવતીકાલે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker