આપણું ગુજરાત

કચ્છની સરહદેથી ઘૂસણખોરી કરતા ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને ચાર વર્ષ ચાર માસની સજા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: આજથી ચાર વર્ષ પૂર્વે કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ભારતીય સીમામાં ગેરકાયેદસર ઘુસી આવેલા પાકિસ્તાની ઘૂસણખોરને ભુજની સેશન્સ કોર્ટે ૪ વર્ષ ૪ માસની સાદી કેદ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ અંગે વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી જિલ્લાનો મનહર ઊર્ફે ગુલજી પવાર (હિંદુ મેઘવાળ) ગત ૬ઠ્ઠી માર્ચ ૨૦૧૯ના રોજ કચ્છની રણ સરહદ પર સ્થિત શ્યામ પોસ્ટ પાસેથી ઘૂસણખોરી કરતાં સરહદી સલામતી દળના ચોકિયાત જવાનોના હાથે ઝડપાયો હતો.

શખ્સ વિરુદ્ધ ખાવડા પોલીસે ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ રૂલ્સની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો હતો.

ત્યારબાદ ભુજની મેન્ટલ હોસ્પિટલમાં પાકિસ્તાની નાગરિકની મેડિકલ તપાસમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું સ્પષ્ટ થયા બાદ અહીં સારવાર બાદ તે સાજો થઈ ગયો હતો. આ ગુનામાં ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.વી. શાહે મનહરને દોષી ઠેરવી અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં કોઈ ગુનાહિત કૃત્ય કરવાના હેતુથી કે દેશની આંતરિક સુરક્ષાને ક્ષતિ પહોંચે તેવા બદઈરાદે તે ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યો નહોતો. કોર્ટે ધ ફોરેનર્સ એક્ટની કલમ ૧૪-એ હેઠળ મનહરને દોષી ઠેરવી ૪ વર્ષ ૪ માસની સાદી કેદની સજા તથા ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત જો આરોપી દંડ ના ભરે તો વધુ પાંચ દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે. એ જ રીતે, કોર્ટે ધી ઈન્ડિયન પાસપોર્ટ રૂલ્સના નિયમ ૩-એના ભંગ બદલ તેને ૩ માસની સાદી કેદ સજા ફટકારી તમામ સજા એકસાથે ભોગવવા અને અત્યારસુધીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ભોગવેલો સમયગાળો સજામાં મજરે આપવા હુકમ કર્યો છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત