સુરતમાં નશામાં ધૂત આસિસ્ટન્ટ એન્જિનિરે સર્જ્યો અકસ્માત: પોલીસે ધરપકડ કરી…
સુરત: સુરતનાં અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો હતો. એસએમસીનાં અધિકારીએ પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર તોડીને કારને ખોટી દિશામાં લઈ ગયો હતો. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચો : શામળાજી દર્શન કરીને આવતાં પરિવારને નડ્યો અકસ્માત, કાર પુલ પરથી ખાબકતાં 4 લોકોનાં મોત
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ઓફિસરે અકસ્માત સર્જયો હતો. એસએમસીનાં અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની કારથી સર્જ્યો હતો. આ અધિકારીએ દારૂના નશામાં હોય અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઈ.
ઘટનાસ્થળ પર એકઠી થઈ ગઈ ભીડ:
અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ અડાજણ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મનપાનાં અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાંની સાથે જ અધિકારીનાં પરિવારજનો પર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી SMC લખેલું બોર્ડ પર હટાવી દીધું હતું.
આ પણ વાંચો : Surat પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો, કારચાલક પાસેથી પિસ્તોલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
આરોપીને પરિવારજનો ઘરે ભગાડી ગયા:
જોકે લોકો દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો છે કે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર SMC અધિકારીને ભગાવી ગયા હતા. હાલ આ મામલે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારીને ઝડપી પડ્યો છે.